ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ગૃહ રાજ્યમાં કર્યું અર્લી મતદાન

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ શનિવાર સવારે લોરિડાના વેસ્ટ પામ બીચમાં મતદાન કર્યું. લોરિડા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ગૃહ રાજ્ય પણ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી ૩ નવેમ્બરના રોજ યોજાવાની છે. જ્યારે મતદાનનો સિલસિલો બહુ પહેલેથી જ શરૂ થઇ ચૂકયો છે. અમેરિકામાં આ પ્રકારના વોટિંગને અર્લી વોટિંગ કહેવાય છે.

જ્યારે તેમને પૂછયું કે તમે કોનો વોટ આપ્યો તો તેમણે પોતાના ચિર પરિચિત અંદાજમાં કહૃાું કે મેં ટ્રમ્પ નામના એક વ્યક્તિને વોટ આપ્યો છે. વેસ્ટ પામ બીચ ટ્રમ્પના ખાનગી માર-એ-લેગો કલબની નજીક આવેલ છે. આની પહેલાં ટ્રમ્પ ન્યૂયોર્કમાં મતદાન કરતા હતા પરંતુ ગયા વર્ષે પોતાનું નિવાસ સ્થાન બદલીને લોરિડા કરી લીધું હતું.

ટ્રમ્પે જે લાઇબ્રેરીમાં બનેલા મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું તેની બહાર મોટી સંખ્યામાં તેમના સમર્થક એકત્ર થયા હતા. એ લોકો હજી ચાર વર્ષના નારા લગાવી રહૃાા હતા. રાષ્ટ્રપતિએ મતદાન કરવા દરમ્યાન માસ્ક પહેરી રાખ્યું હતું પરંતુ સંવાદદાતાઓ સાથે વાત કરવા દરમ્યાન તેને ઉતારી લીધું. તેમણે આને ખૂબ જ સુરક્ષિત મતદાન ગણાવ્યું. ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેન એ હજી સુધી મતદાન કર્યું નથી અને તેમના ત્રણ નવેમ્બરના રોજ ચૂંટણીના દિવસે ડેલવેયરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી સંભાવના છે. ડેલવેયરમાં લોરિડાની જેમ પહેલાં મતદાનની રજૂઆત કરી નથી. રાષ્ટ્રપતિ શનિવારના રોજ નોર્થ કેરોલિના, ઓહાયો અને વિસ્કોંસિનમાં વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમ છે.