ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં પોતાનું સોશિયલ મિડિયા પ્લેટફોર્મ લોન્ચ કરશે

અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયાની દુનિયાને હંમેશા માટે બદલી દેવાનો દાવો કર્યો છે. ટ્વીટથી બેન થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના અપમાનનો બદલો લેવાનો ફેસલો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ બહુ જલદી પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લૉન્ચ કરશે, જે બાદ તેમણે કહૃાું કે સોશિયલ મીડિયાની દુનિયામાં બહુ જલદી જ મોટો ધમાકો કરશે.

અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બહુ જલદી નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળશે. ટ્વીટરથી બેન થવું તેમના જીવનનો સૌથી મોટો આઘાત હતો તેથી તેઓ બર્દૃાસ્ત ના કરી શક્યા. પોતાના સમર્થકો સુધી વાત ના પહોંચાડી શકવાનો સૌથી વધુ અફસોસ અમેરિકાના પૂર્વ પ્રિસેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પને છે. જેથી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું ખુદનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લાવશે, જેના પર તેમને ક્યારેય પ્રેતિબંધનો ખતરો નહિ હોય. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તાએ ફોક્સ ન્યૂઝ પર આ ખુલાસો કર્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પના લાંબા સમયથી એડવાઈઝર રહેલા જેસન મિલરે ફૉક્સ ન્યૂઝને કહૃાું કે ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર વાપસી કરવા જઈ રહૃાા છે. તેમાં ૨થી ૩ મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નહિ આવે બલકે તેમણે પોતાનું પ્લેટફોર્મ બનાવવાનો ફેસલો કર્યો છે, અને નવા પ્લેટફોર્મ પર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના લાખો સમર્થકો જોડાશે.

ડોનાલ્ડ ટ્મર્પના એડવાઈઝરે ડોનાલ્ડ ટ્રમ્પની વાપસીની ઘોષણા કરવાની સાથે જ કહૃાું કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ખેલને સંપૂર્ણપણે બદલી નાખશે. આની સાથે જ તેમણે કહૃાું કે સૌકોઈ ઈંતેજાર કરી રહૃાા છે કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પ શું કરશે અને તેમનું આગલું પગલું શું હશે, તો આ વખતે ટ્રમ્પે ખુદનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લૉન્ચ કરવાનો વિચાર કરી લીધો છે.