ડોનાલ્ડ ટ્રમ્પ પુત્ર કોરોના પોઝિટિવ: એક દિવસમાં અમેરિકામાં સૌથી વધુ ૨,૦૧૫ના મોત

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ જુનિયરને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતાં એણે પોતાને ક્વોરંટાઇન કરી લીધો હતો.
ડોનાલ્ડના સેક્રેટરીએ કહૃાું કે આ અઠવાડિયાના આરંભે ડોનાલ્ડની તબિયત બગડી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા પછી કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતાં ડોનાલ્ડે જાતે ક્વોરંટાઇન અપનાવી લીધું હતું.
તાજેતરની પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક સભ્ય જો બાઇડન સામે ચૂંટણીમાં હારી ગયા હતા. પરંતુ તેમનો મૂડ જોતાં એ વ્હાઇટ હાઉસ ખાલી કરવા માગતા નથી એવું લાગતું હતું. એમણે કેટલાંક એવાં પગલાં લીધાં હતાં જેનાથી એવી છાપ પડતી હતી કે એ વ્હાઇટ હાઉસ છોડવા માગતા નથી.
ટ્રમ્પને એમના આ પગલામાં એમના બંને પુત્રોનો પૂરેપૂરો ટેકો હતો. જો કે ટ્રમ્પની પત્ની અને પુત્રી જમાઇ એમને કહેતા હતા કે ખેલદિલીથી પરાજય સ્વીકારી લો.
ડોનાલ્ડ જુનિયરની પહેલાં એના પિતા ડોનાલ્ડ ટ્રમ્પ, એમનાં પત્ની મેલાનિયા અને ટ્રમ્પના નાના પુત્ર બેરોનને પણ કોરોના થયો હતો. ડોનાલ્ડ જુનિયરના પ્રવક્તાએ કહૃાું કે જુનિયરમાં કોરોનાનું એક પણ લક્ષણ દેખાયું નહોતું. હાલ જુનિયર ડૉક્ટરોનાં સલાહ-સૂચનનું ચુસ્ત પાલન કરી રહૃાો હતો.
અમેરિકામાં કોરોનાના ફેલાવા અને અસંખ્ય મૃત્યુના પગલે ડોનાલ્ડ ટ્રમ્પની દૃુનિયા આખીમાં આકરી ટીકા થઇ હતી.
અમેરિકામાં સ્થિતિ કેટલી હદે બગડી છે એનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે ૨૪ કલાકમાં અહીં ૨ હજાર ૧૫ લોકોનાં મોત થયાં હતાં.