ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મીિંટગ બાદ માઈક્રોસોટે કહૃાું- ટિકટોક ખરીદવા વાટાઘાટો ચાલુ છે

ભારતમાં સુરક્ષાના કારણોસર ટિકટોક પર પ્રતિબંધ લગાવી દૃેવામાં આવ્યો છે. જ્યારે અમેરિકામાં પણ ટિકટોક પર પ્રતિબંધની શક્યતાઓ જોવાઈ રહી છે. આ વચ્ચે માઈક્રોસોટ અમેરિકામાં ટિકટોકને ખરીદી શકે તેવી સંભાવનાઓ છે. માઈક્રોસોટે રવિવારે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બાદ બાદ કહૃાું કે, ટિકટોકના અમેરિકી ઓપરેશનને ખરીદવા માટે વાટાઘાટો ચાલુ છે. માઈક્રોસોટે એક નિવેદનમાં જણાવ્યું કે, માઈક્રોસોટના સીઈઓ સત્યા નડેલા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે વાતચીત બાદ, માઈક્રોસોટ અમેરિકામાં ટિકટોકની ખરીદૃી માટે ચર્ચા ચાલુ રાખવા માટે તૈયાર છે. ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા વ્યક્ત કરતાં અમેરિકામાં ટિકટોક બંધ કરવાની ધમકી આપી છે, અને રાજ્યોના સચિવ માઈક પોમ્પિઓએ પણ કહૃાું હતું કે,
રાષ્ટ્રપતિ ટિકટોકની સામે કડક કાર્યવાહીની ઘોષણા કરવા માટે તૈયાર છે. માઈક પોમ્પિઓએ એક ન્યુઝ ચેનલમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહૃાું છે કે, બહું થયું, અને અમે તેને ઠીક કરવા જઈ રહૃાા છીએ. અને આગળ પોમ્પિઓએ કહૃાું કે, આવનાર દિવસોમાં રાષ્ટ્રીય સુરક્ષાના જોખમને લઈ કાર્યવાહી કરશે જે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીથી જોડાયેલ સોટવેર ટિકટોક દ્વારા ઉભું થયું છે. આ અગાઉ મીડિયા રિપોર્ટે સલાહ આપી હતી કે, ટ્રમ્પ એપના અમેરિકી ઓપરેશનને તેના ચીની માલિક બાઈટડાન્સથી અલગ કરી શકે છે. પણ પછી ટ્રમ્પની ધમકી બાદ સમાચાર આવ્યા હતા કે માઈક્રોસોટે હાલ વાટાઘાટો બંધ કરી છે.