ડોમિનિક થીમે એલેક્ઝાન્ડર જવેરેવને ઐતિહાસિક વાપસી કરતાં યુએસ ઓપનનું ખિતાબ જીત્યું

ડોમિનિક થીમે એલેક્ઝાન્ડર જવેરેવને ઐતિહાસિક વાપસી કરતાં યુએસ ઓપનનું ખિતાબ જીતી લીધો છે. રવિવારે પાંચ સેટમાં ચાલેલાં આ મેરેથોન મુકાબલામાં થીમે પોતાનું પહેલું ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે. બીજું રેકીંગ ધરાવતાં ઓસ્ટ્રેલિયાના થીમે પાંચમા રેકીંગ ધરાવતાં જવેરેવને ૨-૬, ૪-૬, ૬-૪, ૬-૩, ૭-૬ (૮/૬)ના સેટથી હરાવ્યો હતો. આ મુકાબલો ૪ કલાક ૨ મિનિટ સુધી ચાલ્યો હતો. યુએસ ઓપનના ઈતિહાસમાં પહેલીવાર આવું થયું છે કે જ્યારે કોઈ ખેલાડી ફાઈનલમાં પહેલાં બે સેટ હાર્યા બાદ ખિતાબ જીત્યો હોય.
આ સાથે જ પહેલી વખત એવું થયું છે કે ફાઈનલ મેચ ટાઈબ્રેકરથી જીતી હોય. થીમે જણાવ્યું કે, કાશ તે પણ જીતી શકતો, મને લાગે છે કે અમે બંને જીતને ડિઝર્વ કરીએ છીએ. ૨૭ વર્ષીય થીમે પહેલીવાર ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે. આ વર્ષની શરૂઆતમાં તે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં હાર્યો હતો અને ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં બે વખત (૨૦૧૮-૨૦૧૯)માં હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ ૨૦૧૪ બાદ જ્યારે ક્રોએશિયાના માર્ટિન સિલિચે યુએસ ઓપન ટાઈટલ જીત્યું હતું, તે બાદ પહેલીવાર ગ્રાન્ડ સ્લેમને કોઈ નવો વિજેતા મળ્યો છે.
સાથે જ વર્ષ ૨૦૧૬ બાદ જ્યારે સ્વિત્ઝરલેન્ડના સ્તાન વોવિંરકાએ યુએસ ઓપન જીત્યું હતું, તે બાદ પહેલી વાર બિગ થ્રી (રોઝર ફેડરર, રફેલ નાદાલ અને નોવાક જોકોવિચ) સિવાય અન્ય કોઈએ ગ્રાન્ડ સ્લેમ જીત્યું હોય. ૭૧ વર્ષ બાદ યુએસ ઓપનની ફાઈનલમાં શરૂઆતના બંને સેટ ગુમાવી દીધા બાદ કોઈ ખેલાડીએ ખિતાબ પર કબ્જો જમાવ્યો છે. આ પહેલાં પાંચો ગોંજાલેઝે ૧૯૪૯માં આ કરિશ્મા કરી દૃેખાડ્યો હતો.