ડોળીયા ગામે મંદીરમાંથી ચોરી કરનાર એકને ઝડપી લેતી અમરેલી એલસીબી

અમરેલી,અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી એ.એમ.પટેલની રાહબરી હેઠળ ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ કરવા એલ.સી.બી.ટીમ દ્રારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.27/12/2022 નાં રોજ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હક્કિત આધારે રાજુલા, હવેલી ચોક રોડ ઉપરથી એક ઇસમને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ ચાંદીના સતર તથા રોકડ રકમ મળી આવતા, પકડાયેલ આરોપી રાજુગીરી ભગવાનગીરી ગૌસ્વામી રે.ડોળીયાવાળાને ઝડપી લઇ રોકડ રૂા.8 હજાર, ચાંદીનાં 17 નંગ 70 કિં.રૂા.19,300 મળી કુલ 27,300નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરેલ છે.