ડો. ભરતભાઇ કાનાબાર દ્વારા સોમવારથી શહેરનાં બે હજાર દુકાનદારોને વધુ સુરક્ષીત કરવા ફેસ માસ્ક અપાશે

અમરેલી,અમરેલી જિલ્લામાં લોકડાઉન સમયે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મદદે ચડી કોરોના સામે ઝુંબેશ ચલાવી કીટ વિતરણ સહિતના પગલાઓ બાદ હવે ચાલો પહેરીએ માસ્ક અભિયાન લઇ ડો. ભરતભાઇ કાનાબાર વધુ એક અભિયાન સાથે શહેરમાં નજરે પડશે તેમના દ્વારા સોમવારથી શહેરનાં બે હજાર દુકાનદારોને વધુ સુરક્ષીત કરવા ફેસ માસ્ક અપાશે.સાથે સાથે એસટીના ડ્રાઇવર, કંડકટર, પેટ્રોલપંપ સહિતના સુપર સ્પ્રેડરને માસ્ક અને ફેસ માસ્ક બંનેથી રક્ષીત કરવા માસ્ક આપવામાં આપવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.