ડો. ભરતભાઇ કાનાબાર માટે શ્રી લતાદીદીએ ભોળાનાથને પ્રાર્થના કરી

  • કોરોના વોરિયર્સ પાછા યુધ્ધના મેદાનમાં તૈનાત
  • કોરોનાથી સંક્રમિત થયેલ ડો. કાનાબાર અને તેમના ધર્મપત્ની શ્રીમતી કીર્તીબેન સ્વસ્થ થઇ ગયા

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)

અમરેલીના અગ્રીમ હરોળના કોરોના વોરિયર્સ પાછા યુધ્ધના મેદાનમાં તૈનાત થઇ ગયા છે કોરોના વોરિયર્સ ડો. ભરતભાઇ કાનાબાર માટે સ્વરસામ્રાજ્ઞી શ્રી લતાદીદીએ ભોળાનાથને પ્રાર્થના કરી અને તેમના પી.એ. શ્રી મહેશભાઇ મારફતે સંદેશો પણ મોકલ્યો હતો કે તે ઝડપથી સ્વસ્થ થઇ જશે અને લતાદીદી અને હજારો લોકોની પ્રાર્થના ફળી હોય તેમ કોરોનાથી સંક્રમિત થયેલ ડો. કાનાબાર અને તેમના ધર્મપત્ની શ્રીમતી કીર્તીબેન સ્વસ્થ થઇ ગયા છે અને ફરી કામે લાગી ગયા છે.