ડ્રાઇવરે નવી કારને આફતમાં મૂકી, પાર્ક કરેલી અન્ય ટુ વીલર્સને કચડી નાખ્યા

સોશિયલ મીડિયા પર ખતરનાક અકસ્માતનો વીડીયો થયો વાઈરલ

સોશિયલ મીડિયા પર જ્યાં તમે ઘણા ખતરનાક અકસ્માતોના વીડિયોઝ જોયા હશે તો બીજી તરફ કેટલાક એવા અકસ્માતો પણ જોયા હશે જેને જોઇને તમારું હસું રોકી શકશો નહી. આ વીડિયો પણ કંઇક આ રીતનો છે. આ વીડિયોને જોઇને લોકો પેટ પકડી હસી રહૃાા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક સોસાયટીનો ફ્રંટ ગેટ બતાવવામાં આવ્યો છે. આ ગેટ પરથી એક ગાડીની એન્ટ્રી થાય છે જે ફૂલોની માળાથી બિલકુલ એક નવપરણિતા દૃુલ્હનની માફક શણગારેલી છે. આ ગાડીનો રંગ ગ્રે છે. પરંતુ થોડીવાર બાદ ગાડીની સાથે શું થાય છે. વીડિયોને જોઇને લાગે છે કે કદાચ ડ્રાઇવર ગાડી પરથી પોતાનો કંટ્રોલ ગુમાવી દૃે છે. એટલું જ નહી ગાડી એક એક કરીને કોલોનીની અંદર લાઇનસર ઉભેલી બાઇક અને સ્કૂટીને કચડવા લાગે છે અને આખરે પલટી ખાઇ જાય છે. આવી પરિસ્થિતિને જોઇને ત્યાં હાજર એક વ્યક્તિ અને ગાર્ડ ભાગતાં ગાડીને પલટી ખાતા રોકતા રોકે છે. આ વીડિયોને જોઇને દરેક જણ ડ્રાઇવરને અનાડી કહી રહૃાા છે. આ વીડિયોને ના ફક્ત સોશિયલ મીડિયા યૂઝર્સને એન્ટરટેન કર્યા પરંતુ ખૂબ વ્યૂઝ પણ મળ્યા. વીડિયોને અત્યાર સુધી ઘણીવાર જોવામાં આવ્યો છે. એટલું જ નહી કોમેન્ટ સેક્શનમાં પણ લોકો અલગ-અલગ અને રસપ્રદ પ્રતિક્રિયા આપતાં જોવા મળ્યા,