ડ્રાઇવીંગ લાયસન્સના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

અમરેલી,
ડ્રાઇવીંગ લાયસન્સ માટે ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા રફતા આરોપી તેજા હનુભાઇ ભોકળવા મુળ સમઢીયાળા તા. ઉમરાળાને બાતમી આધારે અમરેલી પેરોલફર્લો સ્કવોર્ડે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલ્યો હોવાનું બહાર આવ્યુ છે. આરોપીને તાલુકા પોલીસને સોંપવા પેરોલ ફર્લો સ્કવોર્ડે તજવીજ હાથ ધરી છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિમકર સિંહની સુચના અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના પો.સબ.ઇન્સ.શ્રી કે.જી.મયા(ગઢવી) તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા, કૌશીકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંધરવા, પો.કોન્સ. સતારભાઇ શેખ, તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા વુ.પો.કોન્સ. ધરતીબેન લીંબાસીયા એ રીતેના જોડાયેલ હતા.