ઢસા-જેતલસર બ્રોડગેજ લાઇનનું ટેસ્ટીંગ શરૂ

  • સાંસદશ્રી કાછડીયાનાં પ્રયાસોથી રેલ્વે દ્વારા 402 કરોડનું ટેન્ડર બહાર પડતા પ્રથમ તબક્કાનું કામ પુરૂ થયું : બીજા તબક્કાનું કામ પણ પુર્ણતાનાં આરે

અમરેલી
અમરેલી શહેરની સૌથી નજીકમાંથી પસાર થતી ઢસા – જેતલસર બ્રોડગેજ લાઈનનું પ્રથમ તબક્કાનું કામ પૂરું થઈ જતા તેનું ટેસ્ટીંગ શરુ કરી દેવામાં આવ્યું છે. બીજા તબાનું કામ પણ પૂરું થવાનું હોવાથી ચાલુ વર્ષના અંત સુધીમાં આ રુટ પર બ્રોડગેજ ટ્રેન દોડતી થઈ જાય તેવી શક્યતા છે.આ અંગેની વિગતો આપતા અમરેલીના સાંસદના પી.એ. વિશાલ સરધારાએ જણાવ્યું કે, ઢસાથી જેતલસરને જોડતી રેલવે લાઈનને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રુપાંતરિત કરવા માટે રેલવે દ્વારા રુ. 40ર કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. કુલ બે તબામાં આ કામગીરી આપવામાં આવી હતી. ઢસાથી લુણીધાર સુધીનું કામ જે એજન્સી દ્વારા કરવામાં આવતું હતું તે કામગીરી પૂરી થઈ ગઈ છે અને હાલમાં લાઈનનું ટેસ્ટીંગ ચાલી રહૃાું છે. જ્યારે લુણીધારથી જેતલસર લાઈનનું કામ હજુ પૂરું થયું નથી પણ પૂરું થવામાં છે. ચાલુ વર્ષમાં જ આ કામગીરી પૂરી થઈને આ ટ્રેક પર બ્રોડગેજ ટ્રેન પણ દોડતી થઈ જાય તેવી શક્યતા છે. આ બન્ને વિભાગોની કામગીરીની મુદ્દત 6ઠ્ઠા મહિનામાં જ પૂરી થઈ ગઈ છે પણ કોવીડના કારણે કામગીરી થોડી મોડી પૂરી થશે. આ રુટમાં અમરેલીની સૌથી નજીક ચિત્તલ, ઢસા અને વડીયા રેલવે સ્ટેશનને બ્રોડગેજનો લાભ મળતો થઈ જશે. ઢસા જેતલસર બ્રોડગેજ લાઈન શરુ થયા બાદ સુરત, મુંબઈ સહિતની લાંબા અંતરની ટ્રેનો શરુ કરવામાં આવે અને અમરેલીથી માત્ર 16 કિમિ દૂર આવેલા સૌથી નજીકના ચિત્તલ રેલવે સ્ટેશને સ્ટોપ આપવામાં આવે તો અમરેલી શહેરના લોકોને પણ બ્રોડગેજ સુવિધાનો લાભ મળી શકે તેમ છે. અમરેલીથી ચિત્તલ આવવા જવા માટે વાહન વ્યવહારની પણ પૂરતી સુવિધા છે.