ઢૂંઢીયા પીપળીયામાં વેક્સીન આપ્યા બાદ બાળકનું મોત

વડીયા,
વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે આરોગ્યની ટિમ દ્વારા રાષ્ટ્રીય રસીકરણ મમતા દીવસનો શાળામાં કાર્યક્રમ હતો જેમા રાહુલભાઈ ચુડાસમા અને તેની પત્ની પોતાનું દોઢ માસના બાળકને રસી આપાવવા ગયા અને આરોગ્યની ટિમ દ્વારા પેન્ટા વેલેન્ટ રસી આપવામાં આવી હતી જે આજે પ્રથમ બાળક અને તેના પછી અન્ય 4 બાળકને પણ રસી આપવામાં આવી છે ટોટલ પાંચ બાળકો રસી આપવામાં આવી હતી ત્યારે રાહુલભાઈ ચુડાસમાના યુવરાજ નામના બાળકને રસી અપાયા બાદ બાળકને આડઅસર થઈ હોવાનું વાલીઓએ જણાવ્યું હતું અને આક્રોશ ઠાલવ્યો હતો આડઅસર બાદ બાળકને પ્રથમ વડિયા બાદ જેતપુર અને ત્યાંથી રાજકોટ સારવાર અર્થે રીફર કરાયું જ્યા રાજકોટ પહોંચે એ પહેલાજ બાળક મૃત્યુ પામ્યું અને આ બાળક મૃત્યુ પામતા બાળકના વડિયા તાલુકાના તોરી પીએચસી નીચે આવતું ઢૂંઢિયા પીપળીયા ગામનું પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે તોરી ના મેડિકલ ઓફીસર ડો.વિપુલ રાઠોડે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર વિગતની તપાસો કરીને તેમને પણ જણાવ્યું કે બાળકોને રસી આપ્યા બાદ આડ અસરો તો થતી જ હોય છે પરંતુ આ કેસમાં પી એમ રીપોર્ટ આવ્યા બાદ સાચું મોતનું કારણ શુ છે તેની ખબર પડશે.
બાળકને રસી આપ્યા બાદ આડઅસર થતા બાળકનું મૃત્યુ નીપજ્યું છે કે કયા કારણો સર એ પીએમ બાદ જણાય આવશે ત્યારે વડિયા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હાલતો આ બાળક ને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવ્યું છે.
અત્રે એ ઉલેખનીય છે કે, પંચગુણી રસી જે દાબા પગના સાથળ પર આપવાની હોય છે જે છ રોગો સામે રક્ષણ આપે છે ટીબી મોટી ઉધરસ મગજનો તાવ નિમોનીયા ફૈફસાના રોગ સહિત વાયરલ ઇન્ફેક્શન જે પાંચ પ્રકારની રસી નું મીસ્રણ થાય છે એટલે તેને પંચગુણી રસી કહેવામાં આવે છે જે રસીના ત્રણ ડોઝ આપવાના હોયછે પ્રથમ ડોઝ દોઢ મહીને બિજો અઢી મહીને અને ત્રીજો સાડા ત્રણ મહીને આપવાનો હોય છે.