અમરેલી,તથાસ્તુ વિધાપીઠના ભુમીપુજન ભાગવત કથા અને 51 કુંડી મહાવિષ્યુયાગ અમરેલીના કથાકાર શ્રી જીજ્ઞેશદાદાએ શ્રીમદભાગવત જ્ઞાનયજ્ઞની જમાવટ કરી કેરાળાના પાટીયે અનેરૂ ધાર્મિક વાતાવરણ સર્જી દઇ લોકોમાં જ્ઞાન સાથે ધર્મસિંચન કરી વાહ વાહ મેળવી હતી. તથાસ્તુ વિધાપીઠ ના ભુમીપુજન સાથે 51 કુંડી યજ્ઞમાં અનેક ભાવિકો આહુતી આપી રહયા છે કથા દરમિયાન આજે શ્રી કૃષ્ણ રુક્ષમણી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો જેમાં ભાવિકો જાનેૈયા બન્યા હતા.રાત્રે રાત્રે ધીરૂભાઇ સરવેૈયા, સુખદેવભાઇ ધામેેલીયા, ડો.જીગદીશભાઇ ત્રિવેદી, હકાભાઇ ગઢવી, ગુણવંતભાઇ ચુડાસમાએ ડાયરો ડોલાવ્યો ઠેર ઠેરથી ભાવિકો ઉમટી પડ્યાં હતા અને ધર્મલાભ લીધો હતો. શ્રીમદ ભાગવત કથા નિમિતે શ્રી જીજ્ઞેશદાદાએ અમરેલી નજીક કેરાળામાં ખરા અર્થમાં વૃંદાવન સર્જી દીધુ હતું ઉપસ્થિત સૌ ભાવિકોએ કથાનું શ્રવણ કરી સંતોના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. આજે કથાના સાતમા દિવસે તા.7 શનિવાર રાત્રે નિરંજન પંડયા, નારણભાઇ ઠાકર, જયમંતભાઇ દવે, શેૈલેષ મહારાજનો સંતવાણી લોકડાયરો યોજાશે