તબાહ થયેલી ઑફિસેથી જ કામ કરીશ : કંગના રનૌત

  • મહિલાએ અવાજ ઊઠાવવાનું પરિણામ ભોગવવું પડ્યું
  • BMC દ્વારા ઑફિસ તોડી પાડવામાં આવ્યા બાદ કંગનાએ કહૃાું કે, તેની પાસે ઑફિસ રિનોવેટ કરાવવાના પૈસા નથી

પોતાના બેબાક નિવેદનો માટે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોટની ઑફિસમાં બીએમસીએ ખૂબ તોડફોડ કરી હતી. બીજી તરફ કંગના પણ એ જ દિવસે મુંબઈ પહોંચી હતી અને ગુરુવારે તેણે પોતાની ઑફિસની મુલાકાત લીધી હતી. ઑફિસ વિઝિટ દરમિયાન એક્ટ્રેસના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દૃેખાઈ રહી હતી. બીજી તરફ બીએમસીની કાર્યવાહી બાદ લોકો કંગનાના સમર્થનમાં આવી ગયા છે અને તે બધાનો આભાર વ્યક્ત કરી રહી છે. પોતાની ઑફિસથી પરત ફર્યા બાદ એક્ટ્રેસે પોતાના મનની વાત કહી છે. કંગના રનોતે ટ્વીટ કરતા લખ્યું કે મારી ઑફિસ ૧૫ જાન્યુઆરીના રોજ ખુલવાની હતી. ત્યારબાદ કોરોનાએ અમને બધાને ટાર્ગેટ બનાવ્યા, જેના કારણે અમારામાંથી મોટાભાગના લોકોએ કામ કર્યું નહીં. આને રિનોવેટ કરાવવા માટે પૈસા નથી. હું તે તૂટેલી ઑફિસથી જ કામ કરીશ. આ તબાહ ઑફિસ એક પ્રતીક છે કે, એક મહિલા જે આ દૃુનિયામાં અવાજ ઉઠાવવાનું સાહસ કરે છે તેની સાથે શું થાય છે. આના પહેલા કંગના રનોટ પોતાની ગાડીથી ઑફિસ પહોંચી હતી અને થોડી મિનિટો સુધી ગાડીની અંદૃરથી બહાર ફેલાયેલા કાટમાળને એકીટશે જોતી રહી. ત્યારબાદ તે ગાડીમાંથી ઉતરી ઑફિસમાં ગઈ અને વારાફરતી ગ્રાઉન્ડ લોર, ફર્સ્ટ લોર, સેકન્ડ લોર પર ગઈ. આ દરમિયાન ઑફિસના કાટમાળને જોઈને તેની આંખોમાં નિરાશા દૃેખાઈ રહી હતી. આશરે ૧૫-૨૦ મિનિટ સુધી ત્યાં રોકાયા બાદ કંઈ બોલ્યા વિના કંગના પોતાના ઘર માટે રવાના થઈ ગઈ. જણાવી દઈએ કે, કંગના રનોટના ઘરે બીએમસી દ્વારા ગેરકાયદૃેસ ગણાવી તોડવાના કેસમાં ગુરુવારે બૉમ્બે હાઈકોર્ટમાં સુનવણી થઈ. અહીં બંને પક્ષોએ સમય ફાળવવાની માગણી કરી જેના પર કોર્ટે કેસની સુનવણીને ૨૨ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. બૉમ્બે હાઈકોર્ટે કહૃાું કે, આના પર ૨૨ તારીખ બાદ સુનવણી થશે. કોર્ટે એમ પણ કહૃાું કે, ૨૨ સપ્ટેમ્બર સુધી ઑફિસમાં કશું તોડી કે જોડી શકાશે નહીં. ઑફિસમાં પાણીની પાઈપલાઈન અને વીજળીની લાઈન કપાયેલી છે તેને પણ પાછી કનેક્ટ કરવા પર રોક લગાવી દૃેવાઈ છે