તબીબી આંદોલનમાં શ્રી જયપ્રકાશ શીવહરેની સફળ મધ્યસ્થી

  • રાજ્યનાં આરોગ્ય કમિશ્નર શ્રી જયપ્રકાશ શીવહરે જેવા કર્મનિષ્ઠ કર્મયોગી અધિકારીઓને કારણે આખી સરકાર સફળ થતી હોય છે
  • કોવિડની કટોકટી દરમિયાન રાજ્યનાં તમામ તાલીમી તબીબો હડતાલ ઉપર જવાનાં હતા ત્યારે પ્રામાણીક અને બાહોશ અધિકારી શ્રી જયપ્રકાશ શીવહરેએ કરેલી દરમિયાનગીરી સફળ થઇ

અમરેલી,
વિશ્વભરમાં અને દેશની સાથે ગુજરાતમાં પણ ચાલી રહેલા કોવિડનાં સંક્રમણ દરમિયાન આરોગ્ય ક્ષેત્રમાં સિનીયર તબીબોની સાથે તાલીમી તબીબોનું પણ યોગદાન નોંધપાત્ર છે તેવા સમયે તેમનાં સ્ટાપેન્ડમાં વધારો કરવાનાં મુદ્દે આખા ગુજરાત રાજ્યનાં તાલીમી તબીબો હડતાલ ઉપર જાય તેમ હતાં તેવા સમયે તેના સ્ટાઇપેન્ડમાં 5200 રૂપિયાનો વધારો જરૂરી છે તે સરકારે સફળતા પુર્વક સમજાવનાર રાજ્યનાં આરોગ્ય કમિશ્નર શ્રી જયપ્રકાશ શીવહરેને કારણે રાજ્યનો મોટો પ્રશ્ર્ન વણસતો અટકી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના આરોગ્ય કમિશ્નર હોવા છતા પ્રામાણીક એવા આ અધિકારીને નાનામાં નાનો માણસ મળવા જાય તો તેમને મુલાકાત આપી તેના પ્રશ્નોનો નિવારણ તાત્કાલીક લાવે છે રાત દિવસ જીવના જોખમે કોરોના કાળની અંદર 24 કલાક કામ કરનાર શ્રી શિવહરે આરોગ્ય ક્ષેત્રમાં મોટી હોસ્પિટલમાંથી નાનામાં નાની પીએચસી જેવી સંસ્થાઓ માટે પણ જાગૃત છે તેને કારણે રાજ્યમાં કોવિડના પ્રશ્ર્નો દેશના અન્ય રાજ્યો કરતા ઓછા છે.