તમામ રાજ્યો એમ્બ્યુલન્સ સર્વિસ માટે યોગ્ય ભાડુ નક્કી કરે: સુપ્રિમ કોર્ટ

કોરોના દર્દીઓ પાસેથી એમ્બ્યુલન્સ સર્વિસ માટે વધારે પૈસા વસુલવા અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે તમામ રાજ્યોને એમ્બ્યુલન્સ સર્વિસ માટે યોગ્ય ભાડું નક્કી કરવાનો આદૃેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે એવું પણ કહૃાું છે કે તમામ રાજ્ય મહામારી સામે પહોંચી વળવા માટે કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીથી બંધાયેલા છે અને તમામ રાજ્ય સરકારે સુનિશ્ર્ચિત કરવું જોઈએ કે કોવિડ દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે દરેક જિલ્લામાં પૂરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવે.