તમે પતિ-પત્ની તમારી એક્ટિંગ અને શાયરી સુધી જ કેમ સીમિત નથી રહેતા ?

  • શબાનાના નિવેદન ઉપર કંગનાની બહેન રંગોલીનો પલટવાર, કહૃાું

પહેલાના જમાનાની અભિનેત્રી શબાના આઝમી અને કંગના રનૌતની વચ્ચે વાક્ યુદ્ધ ચાલુ છે. શબાનાએ કહૃાું કે કંગના દ્વારા બોલિવૂડ ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા છે તે અપમાનજનક છે. કંગના પોતાની કલ્પનાઓમાં વિશ્ર્વાસ કરી રહી છે. શબાનાએ કહૃાું કે કંગનાએ એ જ કામ કરવું જોઈએ જેમાં તે સારૂ કરી શકે છે અને તે છે એક્ટિંગ. શબાનાના આ નિવેદન ઉપર કંગનાની બહેને પલટવાર કર્યો છે.

રંગોલી ચંદેલે ઈંસ્ટાગ્રામ ઉપર એક સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં તેણે શબાના આઝમીને કેટલાક સવાલ પૂછ્યા છે. તેણે પોતાની સ્ટોરીમાં લખ્યું કે, અને આ રહી વધુ એક આત્મહત્યા ગેંગ, ડિયર શબાના જી, હું તમને અને તમારા પતિને કેટલાક સવાલ પૂછવા માંગુ છું. તમે બંને તમારી એક્ટિંગ અને શાયરી સુધી જ કેમ સીમિત નથી રહેતા ?

તમે બંને કેમ સક્રિય રીતે ભારત વિરોધી રાજનીતિમાં ભાગ લેવા જાવ છો ? ચર્ચામાં રહેવા માટે ? શું તમે આ મુદ્દાઓ માટે સારૂ ફિલ કરો છો ? રંગોલીએ આગળ લખ્યું કે, જો તમારો ભારત વિરોધી એજન્ડા સાચો છે તો કંગનાનો ભારતનું સમર્થન એજન્ડા કેમ સાચો ન હોય શકે ? તેમના અને તમારા માટે અલગ નિયમ કેમ શબાના જી ?