તરવડામાં સમાવર્તન સંસ્કાર સમારોહ યોજાયો

તરવડા,શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડા ખાતે તા. 09/03/2020 ના રોજ ધોરણ 10 – 12 (સાયન્સ, કામર્સ) ના કુલ 760 વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર યોજાયો હતો. આ પ્રસંગે પ.પૂ. ઘનશ્યામજીવનદાસજી સ્વામી, સંસ્થાના સંચાલન પ.પૂ. કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, શિક્ષણ વિભાગ સંભાળતા પ.પૂ. રામકૃષ્ણદાસજી સ્વામી તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગુરુકુલ માંથી મેળવેલા સંસ્કારો જીવનમાં કાયમી ટકી રહે, વ્યસન અને ફેશનની દુનિયાથી દુર રહી ગુરુકુલ પરિવારનું નામ રોશન કરો એવા રૂડા આર્શીવાદ આપ્યા હતા. બધા વિદ્યાર્થીઓને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ભેટમાં આપેલ. કાર્યક્રમનું સંચાલન વસંતભાઇ કોરાટ તેમજ પિયુષભાઇ સાવલીયાએ કરેલ છે.