મહુવાના તલગાજરડામાં ડેમમાં ડૂબી ગયેલી બાળકીનો મૃતદૃેહ મળી આવ્યો છે. તલગાજરડા પાસેથી નીકળતી રૂપાવો નદી પર બાંધવામાં આવેલા ચેકડેમ પર ૮ વર્ષીય બાળકી નહાવા ગઇ હતી. જે દરમ્યાન તેનો પગ લપસતા તે ચેકડેમમાં ડૂબી ગઇ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ બાળકીનો મૃતદૃેહ બહાર કાઢ્યો.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહુવા પાસેના તલગાજરડા પાસેથી નીકળતી રૂપાવો નદી ઉપર બાંધવામાં આવેલ ચેકડેમ ઉપર તલગાજરડા ગામની ૮ વર્ષની બાળા કળસરીયા જાનકી ન્હાવાગયેલ તેવા સમયે અચાનક તેનો પગ લપસતા તેણી ચેકડેમમાં ડુબવા લાગી હતી. બનાવની જાણ સ્થાનીક લોકોને થતા સ્થાનીક તરવૈયાઓએ આવી કલાકો નીંજાહેમત બાદ બાળાના મૃતદૃેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.