- જગતનાં તાતને ભારે વરસાદ પડવાથી અતિવૃષ્ટિના કારણે
- મુખ્યમંત્રીશ્રી રૂપાણી તથા કૃષિમંત્રીશ્રી ફળદુને પત્ર પાઠવી ધારદાર રજુઆત કરી
સાવરકુંડલા હાલ ચાલુ વર્ષે ગુજરાતભરમાં છેલ્લા એક માસ થી સતત વરસાદ પડી રહેલ છે. કુદરતની મહેરબાની વરસી રહી છે, પરંતુ અતિ ભારે વરસાદ થી અતિવૃષ્ટિ થવા પામેલ છે, જેમાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં સીઝનલ પાકોનું વાવતેર કરવામાં આવેલ છે, જેમાં તલ નાં ઉભા પાકનું ધોવાણ થયેલ છે ને ખેડૂતોને ખુબજ નુકસાન થયેલ છે. ખેડૂતો ને હાલ કોરોના ની મહામરી થી ત્રસ્ત થયેલ છે. નાણાભીડ અને સંકડામણ અનુભવી રહ્યા છે ત્યારે કુદરત ના આ અતિવૃષ્ટિ જેવી આફત આવી પડતા જગત નાં તાતની સ્થિતિ અંત્યત કફોડી થવા પામેલ છે ત્યારે ગુજરાત ભરના ખેડૂતો નાં તલ નાં ઉભા પાકોને ખુબજ નુકશાની થવા પામેલ છે. જેથી જગતના તાત ની હાલત કફોડી અને દયનીય બનવા પામેલ છે.જેથી આ અંગે ગુજરાત નાં ખેડૂતોને તેમાંના પાક તલ નાં થયેલ નુકશાની નું સર્વે કરાવી 100 % વળતર આપવા માટે મુખ્યમંત્રી શ્રી તથા કૃષિમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ને લાગણી અને માંગણી સાથે ની ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે.