તહેવારોમાં લોકો લૉકલ જ સામાન ખરીદે: મોદીની અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં ચૂંટણી સભામાં લોકોને એક ખાસ અપીલ કરી હતી. પીએમ મોદીએ કહૃાું હતું કે, તહેવારોના આ વાતાવરણમાં લોકો જે પણ સામાન ખરીદે તે લોકલ જ ખરીદે. ભાગલપુર રેલીમાં વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર બિહાર અને વોકલ ફોર લોકલના નારા પણ લગાવડાવ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાું હતું કે, તહેવારો આવી રહૃાાં છે જેમાં લોકલ સામાન જ ખરીદો. ભાગલપુરની સાડી, મંજૂસા પેટીંગ અને અન્ય ઉત્પાદનોનો ઉલ્લેખ કરતા તેનું સમર્થન કરવાની પણ અપીલ કરી હતી. પીએમ મોદીએ કહૃાું હતું કે, માટીના વાસણો, દિવા અને રમકડાઓ જરૂર ખરીદો. જો આપણે સાથે મળીને પ્રયાસ કરીશું તો બિહાર જરૂરથી આત્મનિર્ભર બનશે.