તહેવારોમાં સંયમથી રહો, સ્થાનિક વસ્તુ ખરીદો, એક દીવો જવાનો માટે પ્રગટાવો

  • મન કી બાતમાં વડાપ્રધાન મોદીની જનતાને અપીલ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના માસિક રેડિયો પ્રોગ્રામ મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરી રહૃાા છે.પીએમ મોદીએ દેશવાસીઓને ફરીથી દશેરાની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ કહૃાું કે, દશેરા સંકટો પર જીતનો પણ પર્વ છે. સાથે જ એવું પણ કહૃાું કે, કોરોનાકાળમાં હજુ પણ બીજા ઘણા તહેવારો આવશે. આ દરમિયાન પણ આપણે સંયમથી રહેવાનું છે. બજારમાં ખરીદી કરવા જાવ તો સ્થાનિક ચીજોને પ્રોત્સાહન આપવું.

આજે બધા મર્યાદામાં રહીને તહેવારની ઉજવણી કરી રહૃાા છે. પહેલા દુર્ગા પંડાલોમાં ભીડ ભેગી થતી હતી, પણ આ વખતે આવું ન થયું. પહેલા દશેરા પર પણ મેળા ભરાતા હતા, આ વખતે તેનું એકદમ અલગ સ્વરૂપ છે. રામલીલા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. ગુજરાતમાં ગરબાની ધૂમ થતી હતી. હજુ પણ બીજા તહેવાર આવશે. ઈદ, શરદ પૂનમ, વાલ્મિકી જયંતી, દિવાળી દરેક તહેવારમાં આપડે સંયમથી કામ લેવાનું છે.

જ્યારે આપણે તહેવારોની તૈયારી કરીએ છીએ, તો બજાર જવું મહત્વનું રહે છે. આ વખતે બજાર જતી વખતે લોકલ ફોર વોકલનો સંકલ્પ યાદ રાખો. સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવાની છે. સફાઈકર્મી, દૂધ વાળા, ગાર્ડ વગેરેની આપણા જીવનમાં ભૂમિકા રહી છે. કઠિન સમયમાં આ લોકો સાથે રહૃાાં છે દરેક વ્યક્તિ જે પરિવારથી દૂર છે, તેનો આભારી છું.

દુનિયા આપણા લોકલ પ્રોડક્ટની ફેન બની રહી છે. ખાદી લાંબા સમય સુધી સાદગીની ઓળખ રહી છે. આજે ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ માનવામાં આવી રહી છે. ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ છે. દુનિયામાં ખાદી બનાવાઈ રહી છે. મેક્સિકોના ઓહાકામાં ગ્રામીણ ખાદી વણી રહૃાાં છે. આ ઓહાકા ખાદીના નામે પ્રસિદ્ધ બની ગયું છે. મેક્સિકોના એક યુવા માર્ક બ્રાઉને ગાંધી જી પર ફિલ્મ જોઈ. પ્રભાવિત થઈને બાપૂના આશ્રમમાં આવ્યા અને સમજ્યા. ત્યારે તેમને અનુભવ થયો કે આ માત્ર કાપડ નહી, જીવન પદ્ધતિ છે. તે ખાદીને મેક્સિકો લઈને ગયા.