તાંડવમાં પોતાના રોલ અંગે સુનિલ ગ્રોવરે કર્યો મોટો ખુલાસો

ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની આવનારી વેબ સિરીઝ તાંડવને લઈને હાલમાં જબરદસ્ત માહોલ બન્યો છે. આ સિરીઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહૃાો છે. આ સિરીઝમાં સુનીલ ગ્રોવર સૈફના પર્સનલ આસિસ્ટન્ટની મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી રહૃાો છે. સુનિલ આ સિરીઝનો ભાગ બનીને ખુબ જ ખુશ છે. તેણે આ ભૂમિકા વિશે વાત કરી હતી અને શા માટે રોલ સ્વીકાર્યો એના વિશે ખુલાસો કર્યો હતો.

એક ઇન્ટરવ્યુમાં સુનીલે તાંડવમાં કામ કરવાની વાત કરી હતી. તેણે કહૃાું- ‘હું તાંડવનો ભાગ બનીને ખુશ છું કારણ કે મેં આ અગાઉ પણ અલી અબ્બાસ ઝફર સાથે કામ કર્યું છે. આ એક સારો સેટઅપ છે અને મને આ કહાની ઓફર કરવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું હતું કે હું આખી સિરીઝમાં પુરુષોના વસ્ત્રો પહેરી શકું છું અને આખી સિરીઝમાં પુરુષની ભૂમિકા જ રહીશ. તેના કારણે જ મેં હા કહૃાું. સુનીલે ભલે આ મજાકમાં કહૃાું હોય પણ તે તેના સ્ત્રી પાત્રો માટે વધુ લોકપ્રિય છે.

સુનીલ ગ્રોવર સ્ત્રી પાત્રો માટે ખૂબ પ્રખ્યાત છે. કોમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં સુનીલ ગુત્થી અને રિંકુ દેવીના પાત્રમાં ઘણી પ્રસિદ્ધિ મળી છે. તે હજી પણ તેના પાત્રો માટે યાદ કરવામાં આવે છે. તાંડવમાં ગંભીર વ્યક્તિની ભૂમિકામાં સુનીલના નવા અવતાર પર લોકો કેટલો આનંદ લે છે તે હવે જોવાનું રહેશે.