તારક મહેતાની જૂની સોનૂએ બિકીની વીડિયો શેર કરી ફેન્સને મંત્ર મુગ્ધ કર્યા

ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નાના પડદા પર છેલ્લા ૧૨ વર્ષથી લોકોને હસાવવા માટે સફળ રહૃાો છે અને હાલમાં કેટલાક સમય પહેલાં જ તેણે ૩૦૦૦ એપિસોડ પૂરા કર્યા છે. ત્યારે શોના દરેક પાત્રો અલગ અલગ રીતે ફેમસ છે અને તેમનું ફેન ફોલોઈંગ પણ તગડું છે. ત્યારે હાલમાં શોની જૂની સોનુ માર્કેટમાં છવાઈ ગઈ છે અને તેનું કારણ એક બિકીની વીડિયો છે. હાલમાં આ શોમાં સોનૂનો રોલ પલક સિધવાણી નિભાવી રહી છે. પરંતુ આ પહેલા નિધિ ભાનુશાળી આ રોલ કરતી હતી. તો વળી નિધિ સોશિયલ મીડિયા પર પણ ભારે ફેમસ છે અને તે ખુબ એક્ટિવ પણ રહે છે.
તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે અને હાલમાં સોનૂએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોઈને ફેન્સ ચોંકી ગયા છે. ખરેખર એવું બન્યું કે હાલમાં નિધિએ પોતાના ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેણે નવા વર્ષે જ ફેન્સ વચ્ચે શેર કર્યો છે. આ વીડિયો નિધિએ તેના વેકેશન દરમિયાન લીધા હતા અને આ વીડિયોમાં તેનો બોલ્ડ અવતાર જોઈ ફેન્સ મદહોશ થઈ ગયા છે.
જોઈ શકાય છે હોટ નિધિ કોઈ નદીમાં છલાંગ લગાવતી જોવા મળી રહી છે અને સાથે જ એક શખ્સ પણ છે અને એક કૂતરો પણ છે. બોલ્ડ અંદાજમા નિધી મોજ કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરીને નિધિએ સરસ કેપ્શન પણ આપ્યું છે- બીજો દિવસ-૨૦૨૧ @penchokutti ના પાણીમાં તરવાનો પહેલો મોકો. તો વળી આ વીડિયોમાં નિધિની બોલ્ડનેસે ફેન્સને હેરાન કરી દીધા છે અને તેનો આ વીડિયો ઈન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહૃાો છે. આ પહેલાં પણ નિધિ તેની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી ચૂકી છે.