તારક મહેતામાં દયાબેન કરી શકે છે વાપસી, નિર્માતા સાથેની સેલ્ફી થઇ વાયરલ

ટીવીનો સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માના ત્રણ હજાર એપિસોડ તાજેતરમાં જ પૂર્ણ થયા છે. આ સાથે જ શોએ તેના ૧૨ વર્ષ પણ પૂરા કર્યા છે. શો હજી હાસ્યથી દર્શકોને મનોરંજન આપી રહૃાો છે. પરંતુ પ્રેક્ષકો તેના મનપસંદ પાત્ર દયાબેન એટલે કે અભિનેત્રી દિશા વાકાણીને મિસ કરી રહૃાા છે. આ દરમિયાન દિશા વાકાણી અને અભિનેતા દિલીપ જોશી એટલે કે જેઠાલાલ ગડાની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
આ વાયરલ તસવીર સાથે દિશાના શોમાં પાછા ફરવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. દિશા વાકાણીએ આ શો છોડ્યાને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. મેટેરનિટી બ્રેકના કારણે તેણે શો છોડી દીધો હતો. ત્યારબાદ, તેની શોમાં પાછા ફરવા અંગે અનેક વખત અફવાઓ અને સમાચારો સામે આવ્યા છે. પરંતુ હજી સુધી તે બન્યું નથી. ખરેખર, ગયા વર્ષે લોકડાઉન હટાવ્યા પછી, સમાચાર આવ્યા હતા કે નિર્માતાઓ દિશા વાકાણીનો શો પર પાછા લાવવા સંપર્ક કરી રહૃાા છે. સંપર્ક કર્યા બાદ ખબર પડી કે દિશા વાકાણી નવરાત્રીના શોમાં જોડાઇ શકે છે, પરંતુ એવું બન્યું નહીં.
પછી સમાચાર આવ્યા કે કોરોના રસી આવ્યા પછી, તે શોમાં વાપસી કરી શકે છે. પરંતુ તે થયું ન હતું. સોશિયલ મીડિયા પર દિલીપ જોશી અને દિશા વાકાણીની આ જૂની તસવીર છે. બબીતા અને શોના નિર્માતા અસિત મોદી પણ તેમાં જોવા મળી રહૃાા છે. આ તસવીર જોયા બાદ ચાહકો દિશાની આતુરતા પૂર્વક રાહ જોઇ રહૃાા છે.