‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો લગભગ ગુણવત્તા ગુમાવી રહૃાો છે : દિલીપ જોશી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ૧૨ વર્ષ પછી પણ એની લોકપ્રિયતાને અકબંધ રાખી છે, પરંતુ એમાં જેઠાલાલનું મુખ્ય પાત્ર ભજવતા દિલીપ જોશી અનુભવે છે કે, સમયની સાથે આ શોનું લખાણ કથળ્યું છે. કોમેડિયન સૌરભ પંતની સાથે એક પોડકાસ્ટમાં દિલીપે કહૃાું હતું કે, ‘જ્યારે તમે ક્વોન્ટિટી જુઓ ત્યારે ક્યાંક ક્વોલિટી પર અસર થાય જ છે.
શરૂઆતમાં આ શો અઠવાડિયામાં એક વખત આવતો હતો. જેના લીધે એના લેખકોની પાસે ઘણો સમય રહેતો હતો. દર મહિને માત્ર ચાર એપિસોડ શૂટ થતા હતા. એટલા માટે બીજા ચાર એપિસોડ લખવા માટે તેમની પાસે મહિનાનો સમય રહેતો હતો. અત્યારે તો લગભગ એ ફેક્ટરી જેવું થઈ ગયું છે. દરરોજ નવા વિષયો શોધવા પડે છે.