‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લાં થોડાં સમયથી સોનુ (સોનાલિકા ભીડે) દૃેખાતી નહોતી. સોનુનો રોલ કરતી નિધિ ભાનુશાલીએ આ શો છોડી દૃીધો છે. હવે, શોમાં નવી સોનુ જોવા મળશે. ચર્ચા છે કે ટીવી એક્ટ્રેસ પલક સિધવાણી આ રોલ પ્લે કરશે.
પલકે શોર્ટ ફિલ્મ્સ તથા જાહેરાતોમાં કામ કર્યું છે. આ ઉપરાંત વેબસીરિઝ ‘હોસ્ટેજમાં પણ કામ કર્યું છે. સોનુના રોલ માટે ઘણાં જ ઓડિશન્સ લેવામાં આવ્યા હતાં અને મોક શૂટ પણ કરવામાં આવ્યાં હતાં. અંતે, પલકને આ રોલ માટે પસંદૃ કરવામાં આવી છે. સૂત્રોના મતે, પલકે આ શોનું શૂિંટગ શરૂ કરી દૃીધું છે.
સોનુનું પાત્ર નિધિ ભાનુશાલી ભજવતી હતી પરંતુ એક્ટ્રેસ કામ તથા અભ્યાસ વચ્ચે બેલેન્સ રાખી શકતી નહોતી. આથી જ તેણે ભણવા માટે થઈને આ શો છોડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે નિધિ ભાનુશાલી હાલમાં મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બીએ કરે છે અને તે બ્રાઈટ સ્ટૂડન્ટ છે. હવે તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માંગે છે. તે સારા માર્ક્સથી ગ્રેજ્યુએશન પૂરું કરવા માંગે છે. જોકે, પ્રોડક્શન હાઉસે નિધિને શૂિંટગના કલાકો ઓછા કરી આપ્યા હતાં જેથી તે ભણવા પર ધ્યાન આપી શકે. જોકે, નિધિ માટે શૂિંટગ કરવું દિૃવસે દિૃવસે મુશ્કેલ બનતું જતું હતું અને અંતે તેણે શોને અલવિદૃા કહી દૃીધું હતું.