“તારક મહેતા…”ના સેટ પર ’ચંપક ચાચા’ એટલે કે અમિત ભટ્ટ ખરાબ રીતે ઘાયલ થયા

કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ખરાબ સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહૃાો છે, કે સૌના ફેવરિટ ચંપક ચાચા ઉર્ફે અમિત ભટ્ટ સેટ પર ઘાયલ થયા છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહૃાું છે કે આ ઈજાને કારણે તે ઘણા દિવસો સુધી શોમાં જોવા નહીં મળે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ક્રિપ્ટ મુજબ એક સીનમાં ચંપક ચાચાએ દૃોડવાનુ હતું. આ સીનના શૂટીંગ દરમિયાન અમિત ભટ્ટ ઉર્ફે ચંપક ચાચા દૃોડતી વખતે સંતુલન ગુમાવીને નીચે પડી ગયા હતા. પડી જવાને કારણે અભિનેતા ખરાબ રીતે ઘાયલ થયા હતા. ડોક્ટરોએ અમિત ભટ્ટને સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી છે. શોના નિર્માતાઓએ પણ તેમને આરામ કરવાનું કહૃાું છે. આ જ કારણ છે કે ચંપક ચાચા હાલમાં શોનું શૂટીંગ કરી રહૃાા નથી. જ્યારથી અભિનેતાની ઈજાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી તેના ચાહકો પરેશાન છે. તે અભિનેતાના સ્વસ્થ થવા માટે સતત પ્રાર્થના કરી રહૃાા છે. એટલું જ નહીં, શોના અન્ય કલાકારો પણ ઈચ્છી રહૃાા છે કે અમિત જલદૃીથી સાજો થઈને શોના સેટ પર પાછો ફરે. ટીવી શો ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને અને તેના દરેક પાત્રોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. તેમાં ખાસ કરીને ચંપક ચાચા તેમની રમુજી એક્ટિંગના કારણે તે ઘણા તો લોકપ્રિય છે. એક તરફ ચાહકો અને તેના કો સ્ટાર્સ અમિત ભટ્ટની તબિયતને લઈને ચિંતિત છે, તો બીજી તરફ તેઓ અમિતને જલ્દૃી સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી રહૃાા છે. નોંધપાત્ર રીતે, ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ૧૪ વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. લેટેસ્ટ ટીઆરપી રિપોર્ટ મુજબ, આ શો બીજા નંબર પર છે. દર્શકો શોના તમામ કલાકારો પર તેમનો અપાર પ્રેમ વરસાવે છે. અમિત ભટ્ટ ઉર્ફે ચંપક ચાચા શોના સૌથી પ્રિય પાત્રોમાંના એક છે અને તેના ઓન-સ્ક્રીન જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષી સાથેની તેમની જોડી બધાને ગમે છે. તેમને માત્ર ૩૬ વર્ષની ઉંમરે ’બાપુજી’ નો રોલ મળ્યો હતો. ૧૪ વર્ષથી શો સાથે જોડાયેલા અમિતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણે શોમાં ’બાપુજી’ નો રોલ કરવા માટે કોઈ ઓડિશન આપ્યું નથી. અમિત મૂળ ઉત્તરાખંડનો છે. તે પરિણીત છે અને બે જોડિયા બાળકોનો પિતા છે.