તારક મહેતા શોમાં દયાબેન જલદી કરી શકે કમબેક!…

ટીવીના સુપરહિટ કોમેડી શો ’તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. આ શોના ઘણા ફેમસ અને પસંદગીના કલાકાર શો છોડી ચુક્યા છે. આ કલાકારોમાં આપણા બધાના ફેવરિટ દયાબેન પણ સામેલ છે. આ વચ્ચે શોને લઈને એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. માહિતી છે કે શોમાં દિશા વાકાણી વાપસી કરી શકે છે. દયાનું પાત્ર નિભાવતા અભિનેત્રી દિશા વાકાણીએ વર્ષ ૨૦૧૫માં તારક મેહતા શોને અલવિદા કહી દીધું હતું. દિશા શોમાં એક મહત્વનો ભાગ હતી. તેમણે પોતાની અભિનય ક્ષમતાઓ, રસપ્રદ વાતચીત અને ગરબા ડાન્સથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. સમાચાર છે કે દિશા વાકાણી શોમાં વાપસી કરશે અને દયાબેનના રૂપમાં ફરી જોવા મળશે. પરંતુ મેકર્સે તેની હજુ સત્તાવાર જાહેરાત કરી નથી. દયાબેન નવેમ્બર સુધી શોમાં વાપસી કરી શકે છે, તો મેકર્સ પણ દિશા વાકાણીને પરત લાવવાનો પ્રયાસ કરી રહૃાાં છે, પરંતુ તે શોમાં પરત ફરશે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મીડિયા રિપોર્ટ અનુસાર નિર્માતા દિશા વાકાણી સાથે સતત વાત કરી રહૃાાં છે અને નવેમ્બરની શરૂઆત સુધી દયાબેનના પાત્રને પરત લાવવાની યોજના બનાવી રહૃાાં છે. શોમાં જેઠાલાલ અને દયાની જોડી દર્શકોને ખાસ પસંદ આવતી હતી, પરંતુ વર્ષ ૨૦૧૫માં દયાબેન એટલે કે અભિનેત્રી દિશા વાકાણીએ શોને અલવિદા કહી દીધુ હતું. ત્યારબાદથી આ પાત્રને નવા અભિનેત્રી હજુ સુધી મળી શક્યા નથી. મેકર્સ સતત દિશા વાકાણીને પરત લાવવાનો પ્રયાસ કરી રહૃાાં છે. ફેન્સને નવેમ્બર સુધી પોતાના ફેવરેટ દયા ભાભીના ગરબા જોવા મળી શકે છે.