‘તારક મેહતાના કુંવારા ‘પોપટ લાલ પરણેલાચ છે અને બનવા માંગતા હતા સીએ

ટીવીની કોમેડી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોની વચ્ચે ખૂબ લોકપ્રિય છે. આ શોના દરેક પાત્ર લોકોના દિલમાં વસેલા છે. તે પછી જેઠા લાલ, બાપુજી, ભીડે કે માધવી.. કે પછી બબતાજી અને અય્યરની જોડી હોય આ દરેક પાત્ર લોકોની જીંદગીનો ભાગ બની ચુક્યા છે. પરંતુ આ દરેકમાં એક એવો કલાકાર પણ છે જે હંમેશા પોતાના લગ્ન માટે પરેશાન રહે છે. જે છે પત્રકાર પોપટલાલપ લોકોની દૃુનિયાને હલાવનાર ગોલ્ડન ક્રો એવોર્ડ વિનર વરિષ્ઠ યુવા પત્રકાર પોપટલાલનું એક જ સપનુ છે કે તેમણે જલદી કોઇ કુંવારી છોકરી મળી જાય જેનાથી તે લગ્ન કરી શકે. સોસાયટીમાં રહેનારા દરેક સદસ્યની આ જવાબદારી છે કે તે પોપટલાલ માટે છોકરી શોધે. જો આ ડ્યુટી ને કોઇ ભૂલી જાય તો પત્રકાર સાહેબ પોત જઇને યાદ કરાવવાથી ચુકતા નથી.
પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવનાર કલાકારનું નામ છે શ્યામ પાઠક.. તમને જાણીને હેરાની થશે કે શ્યામ કલાકાર નહીં પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા. પરંતુ તેમણે એક્ટિંગનો એવો શોખ ચડ્યો કે તેમણે સીએનો અભ્યાસ વચ્ચે છોડીને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લઇ લીધું. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત રેશમીથી થઇ. બન્ને એક સાથે ક્લાસમાં અભ્યાસ કરતા હતા. શ્યામ, રોશનીને પોતાનું દીલ આપી બેઠા અને વાત લગ્ન સુધી પહોંચી ગઇ પછી બન્નેએ અગ્નિને સાક્ષી માનીને સાત ફેરા લઇ લીધા.
હવે તેમની બે દીકરીઓ અને એક દીકરો છે. શ્યામ પાઠકે તેમના કરિયરની શરૂઆત તાઇવાન ભાષાની ફિલ્મથી કરી હતી. તે બાદ તેમણે જશોદાબેન જયંતીલાલ જોશની જ્વોઇન્ટ ફેમિલી, સુખ બાઇ ચાન્સ જેવી સીરિયલમાં કામ કર્યું, જોકે, તેમણે ખરેખર ઓળખ તારક મહેતાના ઉલટા ચશ્માથી મળી.