તાલાલામાં માત્ર ૫ કલાકમાં ભૂકંપના ૧૫ આંચકા, કોઈ જાનહાની નહીં

છેલ્લા કેટલાક સમયથી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકા આવી રહૃાાં છે. ગત રાત્રે પણ ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આશરે ૧૫ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે ૧.૧૫ કલાકથી સવારે ૬ કલાક સુધીમાં આશરે ૧૫ ભૂકંપના આંચકા આવ્યા છે. સૌથી સારી વાત તે રહી કે આ તમામ આંચકાની તીવ્રતા ખુબ ઓછી હતી. ઓછી તીવ્રતાને કારણે જાન-માલને કોઈ નુકસાન થયું નથી. આ તમામ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિન્દૃુ તાલાલાથી ૧૨થી ૧૩ કિ.મી. દૂર ઇસ્ટનોર્થમાં નોંધાયું છે.

છેલ્લા ઘણા સમયથી સતત આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહૃાો છે. આ પહેલા જુનાગઢ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. તો હવે તાલાલામાં માત્ર એક રાતમાં ૧૫ જેટલા ભૂકંપના આંચકા આવ્યા છે. આ ૧૫ આંચકામાં રાત્રે ૩.૪૬ કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા ૩.૩ હતી. આ સૌથી મોટો આંચકો હતો.