તાલાલા ગીર પંથકમાં કમોસમી વરસાદથી કેરી તથા શિયાળુ પાકોને નુક્સાનની ભિતીથી ખેડૂતો ચિંતામય થયા

ગીર પંથકમાં સમી ચાનક વાતવાતમાં પલટો આવ્યા બાદ અડધી કલાક વરસાદ વરસતાં રસ્તા અને શેરીઓમાં પાણી વહેતા થયા હતા. તેમજ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં પાકને નુકસાન પહોંચવાની ભિતી સેવાઈ રહી છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કર્યા મુજબ સમી સાંજે જિલ્લાના તાલાલા ગીર પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. જેના પગલે પ્રખ્યાત કેસર કેરીના પાક તથા શિયાળુ પાકોને નુકસાન થવાની ભિતી સર્જાતા જગતનો તાત ચિંતાલાલા ગીર પંથકમાં કમોસમી વરસાદથી કેરી તથા શિયાળુ પાકોને નુક્સાનની ભિતીથી ખેડૂતો ચિંતામય થયાતાતુર બન્યો જોવા મળ્યો હતો. જ્યારે સાંજે સુત્રાપાડા પંથકના પ્રાંચી, પ્રાસલી, ગાંગેથા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદનું માવઠું વરસતા ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં સાંજે અચાનક કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતો ચિંતામય બની ગયા છે. આજે સાંજે કાળા ડિબાંગ વાદળો સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે ૨૦થી ૨૫ મિનીટ સુધી વરસ્યો હતો. આ વરસાદ તાલાલા શહેર ઉપરાંત આંકોલવાડી, ધાવા ગીર, લુશાળા ગીર,બોરવાવ ગીર, માધુપુર ગીર,ચિત્રાવડ ગીર, આંબળાશ ગીર, ઘુંસિયા ગીર સહિત અનેક ગામોમાં ઓછા વત્તા પ્રમાણમાં પડ્યો છે. આજના કમોસમી વરસાદથી કેસર કેરી સહિત શિયાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અત્યારે પણ તાલાલા પંથકમાં સર્વત્ર વરસાદી માહોલ છવાયું હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અત્રે નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં વિશ્ર્વ પ્રખ્યાત કેસર કેરીના ગઢ સમાન તાલાલામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કારણ કે, તાલાલા પંથકમાં ૭૦%થી વધુ ખેડૂતો કેસર કેરીના પાક ઉપર નિર્ભર હોય છે. આ સમય કેરીનું લાવિંરગ શરૂ થવાનો સમય હોય ત્યારે કમોસમી વરસાદ કેરીના પાક માટે અભિશાપ સાબિત થઈ શકે તેવું ખેડૂતો જણાવી રહૃાા છે. કમોસમી વરસાદના કારણે છેલ્લી ત્રણ-ચાર સિઝનથી તાલાલામાં કેસર કેરીના પાકમાં ઉતરોતર ઘટાડો જોવા મળી રહૃાો છે. ત્યારે આ વર્ષે પણ સિઝનની શરૂઆતમાં કમોસમી વરસાદ થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.