તા.11મી એ અમરેલીમાં શ્રી દક્ષેશ્ર્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા

અમરેલી,
ગાયત્રી પરિવારનાં પૂજ્ય શ્રી રામશર્મા આચાર્યજી અને વંદનીય ભગવતીદેવી શર્માની પ્રેરણાથી અમરેલીનાં ચિતલના વતની અને અમરેલીને કર્મભુમિ બનાવી રહેતા વિદ્યાગુરૂ શ્રીમતિ દક્ષાબેન હિરેનભાઇ ચાવડા અને પ્રદેશ ભાજપના આઇટી સેલના કારોબારી સભ્ય શ્રી હિરેનભાઇ ચાવડા દ્વારા શ્રી દક્ષેશ્ર્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે આ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા અને તે પ્રસંગે 24 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં શાંતીકુંજ હરિદ્વારથી દેવ સંસ્કૃતિ વિશ્ર્વ વિદ્યાલયના વાઇસ ચાન્સલર ડો. ચિન્મય પંડયાજી ના વરદહસ્તે પ્રતિષ્ઠા સંપન્ન થશે અને આ પ્રસંગે ભારત સરકારના ડેરી, પશુપાલન મત્સ્ય ઉદ્યોગ વિભાગના મંત્રી શ્રી પરષોતમભાઇ રૂપાલા, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી, શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર, શ્રી કુંવરજીભાઇ બાવળીયા, શ્રી કૌશીકભાઇ વેકરીયા, આરએસએસના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઇ જીવાણી, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ શ્રી પ્રશાંતભાઇ કોરાટ અને ઉમીયા ધામ અમદાવાદના ઉપપ્રમુખ શ્રી ડી.એન. ગોલ સહિતના રાજકીય, સામાજીક આગેવાનોની ઉપસ્થિતીમાં આ મહોત્સવ યોજાશે.તા.9 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે નગરયાત્રા, કળશયાત્રા, પુજન અને રાત્રે રાસ ગરબા યોજાશે તા.10 રવિવારે સવારે 24 કુંડીય ગાયત્રી યજ્ઞ અને રાત્રે દિપ યજ્ઞ યોજાશે તા.11 સોમવારે સવારે 8 વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા, ઉદબોધન, ધ્વજારોહણ અને આરતી થશે આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહા મંડલેશ્ર્વર શ્રીશ્રી 1008 પૂજ્ય શ્રી હરીહરાનંદ ભારતીજી મહારાજ જુનાગઢ, બગદાણાથી પૂજ્ય મનજીબાપા. ચિતલથી શાસ્ત્રી સ્વામી હરીચરણદાસજી, દાનેવ ધામ ચલાલાથી પૂ. વલકુબાપુ, અમરેલી બીએપીએસ કોઠારી શ્રી સાધ્ાુચરણ સ્વામી, પાણી દરવાજા મંદિરના શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ સંભવદાસજી આર્શીવચન પાઠવશે. અને પૂજ્ય શ્રી રામશર્મા આચાર્યજી તથા વંદનીય માતાજીની સુક્ષ્મ ઉપસ્થિતીમાં ડો. પ્રણવ પંડયાના આશીર્વાદ રહેશે.આ પ્રસંગે ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા, શ્રી જનકભાઇ તળાવીયા, શ્રી હીરાભાઇ સોલંકી, શ્રી જે.વી. કાકડીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયા અને જિલ્લા સંઘના ચેરમેન શ્રી જયંતીભાઇ પાનસુરીયા તથા શ્રી રાજેશ કાબરીયા, શ્રી રેખાબેન મોવલીયા, શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી મુકેશ સંઘાણી, શ્રીમતિ મનિષાબેન રામાણી, શ્રી સુરેશભાઇ શેખવા, શ્રી સુરેશ પાથર, શ્રી જી.એમ. સોલંકી, શ્રી પ્રશાંતભાઇ મહેતા, શ્રી સૌરભભાઇ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે અને સર્વ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવનો લાભ લેવા શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટના શ્રી બાબુભાઇ રાજ્યગુરૂ, શ્રી મનિષભાઇ સંઘાણી, શ્રી હિરેનભાઇ ચાવડા, શ્રી નાનજીભાઇ પાથર, શ્રી હંસરાજભાઇ સાકરીયા, શ્રી ધીરૂભાઇ દેસાઇ, શ્રી નિમિષાબેન વાઢેર, શ્રી કમલેશભાઇ મહેતાએ અનુરોધ કર્યો છે અને શ્રી હિરેનભાઇ ચાવડા અને શ્રીમતિ દક્ષાબેન ચાવડા તથા શ્રી કિર્તીબેન અરવિંદકુમાર ત્રિવેદી તથા શ્રી વિમલભાઇ ડાયાભાઇ વાઢેરે પણ ધર્મપ્રેમી ભાવિકોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો.