તા.11 થી 14 સુધી ટીકાકરણ મહોત્સવ માટે પ્રાંત અધિકારી શ્રી ઉંધાડ દ્વારા રૂપરેખા તૈયાર

  • 11 થી 14 અમરેલીના ગામડાઓમાં દરેક શાળાઓમાં રસીકરણ થશે : દરેકને ફરજો સોંપતા શ્રી ઉંધાડ

અમરેલી,
કોરોના સામે લડવા વેક્સિનેશન માટે ટીકાકરણ મહોત્સવ આયોજન અંતર્ગત પ્રાંત અધિકારી શ્રી ઉંધાડ દ્વારા તા.11 થી 14 સુધી અમરેલી તાલુકાના જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોટા આંકડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાંકીયા આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર અમરેલી તથા પીએચસી શેડુભાર ખાતે તૈયારીઓ કરી આ ચારેય દિવસ ટીકાકરણનું લક્ષ્યાંક પુરો કરવા તૈયારીઓ કરાઇ છે. આજે બાબાપુર ખાતે તેમણે આ અંગે બેઠક યોજી હતી.
11મી એ ટીંમલા, ગાવડકા, જાળીયા, લાલાવદર, 12મી એ જાળીયા, સણોસરા, ખારી ખીજડીયા, કેરાળા, બાબાપુર, નવા ખીજડીયા, ફતેપુર, 13મી એ પાણીયા, કમીગઢ, મોટા માંડવડા, ચક્કરગઢ, ચાંપાથડ, 14મી એ સણોસરા, ખારી ખીજડીયા, કેરાળા, મોટા ભંડારીયા, થોરડી, નવા ખીજડીયા સહિતના ગામોમાં 11 થી 14 સુધી આયોજન કરાયુ છે.