તા.11 સુધીમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત

અમરેલી,
હવામાન વિભાગની આગાહી છે તે મુજબ તા.11/07/2022 સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. વર્ષાતુમાં આકાશીય વીજળી પડવાની પણ સંભાવના રહે છે તેવા સમયે સુરક્ષિત રહેવાના પગલાંઓ ભરવા આવશ્યક છે, આથી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને સાવધાની રાખવા અને જરુરી સૂચનોનું પાલન કરી સુરક્ષિત રહેવા અનુરોધ