તા. ૨૩.૯.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ ભાદરવા વદ તેરસ, મઘા નક્ષત્ર, સિદ્ધ યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ) : આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.
સિંહ (મ,ટ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) : વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો.
મીન (દ,ચ,ઝ,થ): હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
આપણા શાસ્ત્ર મુજબ પંચાંગના પાંચ અંગોનું વિશેષ મહત્વ છે અને આ પાંચ અંગ સાથે મળી દરેક દિવસને દરેક કલાક ને દરેક પળને વિશિષ્ટ બનાવે છે. તિથિ,વાર, નક્ષત્ર, કરણ અને યોગએ પંચાંગના પાંચ અંગ છે અને આ પાંચના અલગ અલગ કોમ્બિનેશન મુજબ જે તે દિવસની ઉર્જા વિષે નક્કી કરી શકાય છે. કોઈ ચોક્કસ દિવસ જે તે કામ માટે કેવો રહેશે અને અવકાશમાંથી આપણે તે દિવસે કેવી ઉર્જા પ્રાપ્ત કરી શકીશું તે આ પાંચ અંગ પરથી નક્કી થાય છે. ગોચરમાં ફરી રહેલા ગ્રહો ૨૭ માંથી કોઈને કોઈ નક્ષત્રમાં થી પસાર થઇ રહ્યા હોય છે અને જયારે જે તે ગ્રહ જે તે નક્ષત્રમાં થી પસાર થાય ત્યારે તેના ગુણધર્મ મુજબ પરિણામ આપતા હોય છે પરંતુ આપણા આ પાંચ અંગમાં ચંદ્ર જ્યાંથી પસાર થઇ રહ્યા હોય તે નક્ષત્ર તાત્કાલિક પરિણામ આપનારું જોવા મળે છે માટે જે તે દિવસના કાર્ય અને ઉર્જા પ્રાપ્ત કરવા માટે તે નક્ષત્રને ધ્યાનમાં લેવા માં આવે છે. જે તે દિવસે હકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવા માટે આ પાંચ અંગને ધ્યનમાં લઇ ને દૈવી પ્રયોગ કરવામાં આવે, મંત્ર કરવામાં આવે કે સ્વિચવર્ડ કે ડિવાઇન(દિવ્ય) શબ્દોનો પ્રયોગ કરવામાં આવે તો અવકાશમાં થી તે દિવસે આવતી ઉર્જાનું હકારાત્મક પરિણામ આપણે આપણા સ્તર સુધી મેળવી શકીએ છીએ. છેલ્લા ઘણા વર્ષોના સંશોધનમાં મેં અનુભવ્યું છે કે આ રીતે દૈનિક વિશેષ મંત્ર કે સ્વિચવર્ડ કે ડિવાઇન(દિવ્ય) શબ્દોનો પ્રયોગ હકારાત્મક ઉર્જા આપી કાર્યમાં સફળતા આપનાર બને છે.અને તેથી જ અનુકૂળતાએ હું જે તે દિવસની ઉર્જા વધારવા માટેના પ્રયોગ અત્રે અને સોસીઅલ મીડિયાના માધ્યમથી આપતો રહું છું. તમે પણ આ દિવ્ય પ્રયોગનો લાભ લેવા અમારી સાથે અત્રે અને સોસીઅલ મીડિયામાં જોડાઈ શકો છો.