તુર્કી,ગ્રીસમાં આવેલ ભૂકંપે વિનાશ વેર્યો: મૃત્યુઆંક ૨૬ને પાર, અનેક ઘાયલ

તુર્કી અને ગ્રીસમાં શુક્રવારે એક શક્તિશાળી ભૂકંપને કારણે કમસે કમ ૨૬ લોકોનાં મોત અને ૮૦૪ લોકો ઘાયલ થયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૭.૦ની માપવામાં આવી હતી અને એનાથી તુર્કી, એથેન્સ અને ગ્રીસ પ્રભાવિત થયા હતા. સર્વેએ કહૃાું હતું કે ૭.૦ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગ્રીકના સમોસ શહેર કાર્લોવસીથી ૧૪ કિલોમીટર (૮.૭ માઇલ્સ) દૂર નોંધવામાં આવ્યો હતો. આ ભૂકંપ ૨૧ કિલોમીટર ઊંડો હતો. બંને દેશોમાં રાહત અને બચાવકાર્ય પુરજોશમાં ચાલુ છે.
આ ભૂકંપને લીધે અનેક ઇમારતો તૂટી પડી હતી અને એક સમુદ્રમાં પણ એક મિની સુનામી આવી હતી, એમ અધિકારીઓએ કહૃાું હતું. અધિકારીઓએ કહૃાું હતું કે તુર્કીના પશ્ર્ચિમ તટીય ક્ષેત્રોમાં ૨૪ લોકો માર્યા ગયા છે, જ્યારે બે કિશોરો એક યુવક અને એક યુવતી સમોસના ગ્રીક દ્વીપ પર એક દીવાલ તૂટવાથી તેમનાં મોત થયાં છે.
આ ભૂકંપને લીધે ઇઝમિર શહેરમાં કમસે કમ ૨૦ બિલ્ડિંગો તૂટી પડ્યાં હતા, એમ મેયર ટંકે જણાવ્યું હતું. આ બિલ્ડિંગની નીચે ઊભેલાં વાહનો પણ કચડાઈ ગયાં હતાં. આ બિલ્ડિંગોના કાટમાળમાં બચેલા લોકોને બહાર કાઢવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કાટમાળમાંથી બચેલા લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરોનો કરીને બચાવ દળ દ્વારા અનેક લોકોને ઉગારવામાં આવ્યા હતા. કુલ ૧૯૬ આટરશોક્સ નોંધવામાં આવ્યા હતા, જે ચારની રિક્ટર સ્કેલના નોંધાયા હતા. ૧૭ બિલ્ડિંગોમાં શોધખોળ અને બચાવ ઝુંબેશ જારી છે, જેમાં ચાર ધ્વસ્ત થઈ ગઈ છે.
તુર્કીના ઘાયલોમાંથી પાંચ લોકોનાં ઓપરેશન કરવામાં આવી રહૃાાં છે અને આઠ લોકોને ઇન્ટેન્સિવ કેરમાં દાખલ કરવામાં આવી છે, એમ તુર્કીના પ્રેસિડેન્ટ રિસેપ તૈઇપ એર્ડોગને જણાવ્યું હતું.
ગ્રીક વડા પ્રધાને કિરિયાકોસ મિત્સોટાકિસે ટ્વિટર પર કહૃાું હતું કે તેમણે તુર્કીના સમકક્ષથી વાતચીત કરી છે. બંને દેશો વચ્ચે પૂર્વ ભૂમધ્યસાગરમાં હાલ એનર્જીના દાવાઓને લઈને ટેન્શન ચાલી રહૃાું છે. તેમણે કહૃાું હતું કે અમારી વચ્ચે જે પણ મતભેદો છે, એને કોરાણ મૂકીને હાલ આપણે આપણા લોકો સાથે ઊભા રહેવાની જરૂર છે. સામે તુર્કીના પ્રેસિડેન્ટે પણ ટ્વિટમાં ગ્રીસ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને કહૃાું હતું કે બે પડોશી દેશો વચ્ચે મુશ્કેલ સમયમાં એકજૂટતા દેખાડે છે, જે જીવનની કેટલીક ચીજવસ્તુઓથી વધુ મૂલ્યવાન છે. તેમના અનુસાર બંને દેશો એકમેકને મદદ કરવા તૈયાર છે.