તુર્કીના હેતેય પ્રાંતમાં અનેક વાહનો વચ્ચે અથડામણ સર્જાતા અકસ્માત તુર્કિમાં એક પછી એક અનેક વાહનો એકબીજા અથડાયા, અકસ્માતમાં ૧૨ લોકોના મોત, ૩૧ની હાલત ગંભીર

,તા.૦૮
તુર્કીના હેતેય પ્રાંતમાં અનેક વાહનો વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે અને ૩૧ લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર છે. તુર્કી સરકારની સત્તાવાર અનાદૃોલુ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, શનિવારે મોડી રાત્રે એક ટ્રક ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પછી ટ્રક બેકાબૂ થઈને સામેની લેનમાં ગઈ હતી, જેના પછી વાહનો અથડાઈ ગયા હતા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ દૃરમિયાન નવ કાર અને બે મિની બસો એકબીજા સાથે અથડાઈ હતી, જેમાં ૧૨ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ૩૧ લોકો ઘાયલ થયા હતા. એપી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, જ્યાં આ દૃુર્ઘટના થઈ ત્યાંથી થોડે દૃૂર એક પેટ્રોલ પંપ છે, જ્યાં ઘણા વાહનો ગેસ ભરવા માટે ઉભા હતા. તુર્કીમાં ફરજિયાત સૈન્ય સેવા માટે તેમના ઘર છોડી ગયેલા લોકોથી ગેસ સ્ટેશન પર ભીડ હતી અને તેમના સંબંધીઓ તેમને જોવા આવ્યા