તા. ૨૯.૪.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ ચૈત્ર વદ ચતુર્દશી, રેવતી નક્ષત્ર, વિસકુમ્ભ યોગ, વિષ્ટિ કરણ આજે સાંજે ૬.૪૩ જન્મેલાંની ચંદ્ર રાશિ મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ).
મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે.
અગાઉ લખ્યા મુજબ ઉર્જાના વિવિધ સ્તોત્રમાં સંકટ તોળાઈ રહ્યું છે અને અનેક રાજ્યમાં કોલસાના કારણે વીજ સંકટ આવી રહ્યું છે. હજુ આગામી ચાર માસ ઉર્જા બાબતે કટોકટી ભર્યા ગણી શકાય. આગામી ૩૦ એપ્રિલના આવી રહેલું સૂર્ય ગ્રહણ મેષ રાશિ અને ભરણી નક્ષત્રમાં થઇ રહ્યું છે. રાશિ મુજબ આ ગ્રહણની અસર વિચારીએ તો મેષ રાશિના મિત્રોને મૂડમાં ચેન્જ જોવા મળે, પડવા વાગવાથી સંભાળવું પડે વળી વિચારોનું વાવાઝોડું ફુંકાતુ જોવા મળે. વૃષભ રાશિના મિત્રોને નુકસાનીથી સંભાળવું પડે અને ખર્ચ બાબત કાળજી રાખવી. મિથુનના મિત્રોને એકંદરે મધ્યમ રહે. કર્કના મિત્રોએ ઉપરી અધિકારીથી સંભાળવું અને કાર્યક્ષેત્રે સમજીને ચાલવું. સિંહના જાતકોને પ્રવાસ યાત્રાના યોગ બને અને ભાગ્યમાં રુકાવટ અનુભવાય. કન્યાના મિત્રોને કોર્ટ કચેરી વીલ વારસામાં પ્રશ્ન જોવા મળે. તુલના જાતકો એ ભાગીદારીમાં અને દામ્પત્યજીવનમાં તથા જાહેરજીવનમાં કાળજી લેવી. વૃશ્ચિકના મિત્રોએ તબિયત સાચવવી. ધન રાશિના મિત્રોએ અભ્યાસમાં વિશેષ કાળજી લેવી તથા સંબંધોમાં ગેરસમજ નિવારવી પડે. મકર રાશિના મિત્રોએ પ્રોપર્ટી લે વેચમાં ઉતાવળ ના કરવી તથા ઘરમાં વાસ્તુદોષ ના થાય તે કાળજી લેવી. કુંભ રાશિના મિત્રોએ નવા સાહસમાં સમજી ને ચાલવું પડે જયારે મીનના મિત્રોને પનોતી પણ શરુ થાય છે તો ગ્રહણમાં આર્થિક બાબતોમાં ખાસ તકેદારી રાખવી પડે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી