તુલસીજી વિના આપણું આંગણ, આપણું ઘર અધૂરું છે

તા. ૨.૧૧.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૯ કારતક સુદ નોમ, ધનિષ્ઠા   નક્ષત્ર, બાલવ   કરણ આજે બપોરે ૨.૧૬ સુધી   જન્મેલાંની  ચંદ્રરાશિ મકર (ખ,જ) ત્યારબાદ કુંભ (ગ ,સ,શ) .

મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો.
મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે.
કર્ક (ડ,હ)           : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.
સિંહ (મ,ટ) :  નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.
કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.
તુલા (ર,ત) :   તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,દિવસ શુભ રહે.
મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય.
કુંભ (ગ ,સ,શ ) : વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,દિવસ મધ્યમ રહે.
મીન (દ ,ચ ,ઝ ,થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,આનંદદાયક દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી


આગામી ૫ નવેમ્બરને શનિવારે તુલસી વિવાહનો પવિત્ર અવસર આવી રહ્યો છે. દેવઉઠી એકાદશી સાથે જ ભગવાન જાગે છે અને પ્રબોધિની એકાદશી સાથે જ ચાતુર્માસ સમાપ્ત થાય છે અને પરમાત્મા સ્વરૂપ શાલિગ્રામજી સાથે તુલસીજીના વિવાહ થાય છે. આ પરંપરા આપણે  ત્યાં ઋષિકાળથી ચાલી આવે છે. શાસ્ત્રો મુજબ વર્ષમાં એક વાર માંગલિક કાર્ય થવું જ જોઈએ અને એ રીતે અન્ય કોઈ માંગલિક કાર્ય આવે કે ના આવે ઘરે જો  દેવઉઠી એકાદશી વખતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે તો ઘરમાં પવિત્ર ઉર્જાનો સંચાર થાય છે. આયુર્વેદ,જ્યોતિષ અને આપણા શાસ્ત્રોમાં તુલસીજીના ગુણધર્મ અપાર છે તેમ વર્ણવેલું  છે. વાસ્તુશાસ્ત્ર મુજબ પણ ઘરના ઈશાન કોણમાં તુલસીજી રાખવાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે તો તુલસીના આયુર્વેદિક ઉપાયો આપણે સૌ જાણીએ જ છીએ. કેટલાક મંત્રોની માળા પણ તુલસી માળાથી કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે. વળી દરરોજ સવારે નિયમિત રીતે તુલસી પત્રનું સેવન કરવાથી રોગ દૂર રહે છે અને એટલે જ પ્રસાદમાં તુલસીદળ મુકવાનો રિવાજ છે.   દેવઉઠી એકાદશી પર તુલસી વિવાહનું  વિધાન એટલે જ છે કે આપણે વધુ ને વધુ તુલસીજીના ગુણધર્મ જાણીએ અને સમજીએ અને તેમને આપણે ઘરમાં સ્થાન આપીએ. યાદ રહે તુલસીજી વિના આપણું આંગણ આપણું ઘર અધૂરું છે.  આ દેવઉઠી એકાદશી પર આપણે સુંદર રીતે ઘરમાં તુલસી વિવાહનું આયોજન કરી ત્યારબાદ નિત્ય પ્રાતઃકાલ વહેલા ઉઠી તુલસીજીને દીવો કરી તેની પ્રદક્ષિણા કરવાનો નિયમ બનાવી શકીએ વળી તુલસીદલ યુક્ત જળનો  છંટકાવ ઘરના બધા રૂમ તથા વ્યવસાયના સ્થળ પર કરવાથી હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.