તુલસીશ્યામ મંદિરનો પ્રખ્યાત જન્માષ્ટમી મહોત્સવ રખાયો મોકુફ

ગીર સોમનાથ,
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવે વિવિધ તહેવારો, ઉત્સવોની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ગીરના સુપ્રસિદ્ધ યાત્રાધામ તુલસીશ્યામ મંદિરે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે યોજાતો જન્માષ્ટમી મહોત્સવ આ વર્ષે મોકૂક રાખવામાં આવ્યો છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી મંદિરના ટ્રસ્ટીઓ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્માષ્ટમી મહોત્સવ દરમ્યાન મોટી સંખ્યામાં ભકતો આવતા હોય છે. જેથી મંદિરમાં ભીડ ન થાય તે માટે ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.