તુલસીશ્યામ સહિતનાં ધાર્મિક સ્થળો ખોલવા છુટછાટ અપાઇ

રાજુલા,તુલસીશ્યામ ખાતે આવતા દરેક શ્રદ્ધાળુઓએ આ વિશ્વવ્યાપી કોરોના મહામારીને ધ્યાને લઇ સરકારશ્રીના આદેશ અનુસાર ગાઈડલાઈન મુજબ તારીખ 08-06-2020 ને સોમવારથી ધાર્મિક સ્થળો ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. જેના અનુસંધાને આજરોજ તારીખ 5 6 2020 ના રોજ ટ્રસ્ટીશ્રીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ કોરોના વાઇરસ જેવી મહામારીને ધ્યાને લઇ સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ તુલસીશ્યામ તીર્થધામ ખાતે દર્શનાર્થીઓ ના સ્વાસ્થ્ય ને ધ્યાનમાં રાખી આ નિર્ણય ટ્રસ્ટીશ્રીઓ દ્વારા લેવામાં આવ્યો છે તેમજ કોરોના મહામારીને લઈને પૂરતી તકેદારી રાખવાની હોય અને અવ્યવસ્થા ઊભી થાય એમ હોય માટે હાલ એક માસ માટે દર્શન વિભાગ, ભોજન, શાળા ધર્મશાળા વિભાગ, ચા વિભાગ બંધ રાખેલ છે, તેમજ તા, 05-07-2020, ના રોજ ગુરુપૂર્ણિમાનો મહા ઉત્સવ પણ કોરોના મહામારી ને ધ્યાને લઈ બંધ રાખેલ છે, આગળના સમયમાં ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય કરી તુલસીશ્યામ તીર્થધામ મંદિર ખોલવા અંગે નિર્ણય કરવામાં આવશે જેની દરેક દર્શનાર્થીઓ એ ખાસ નોંધ લેવી તેમ શ્રી પ્રતાપભાઇ વરૂ, શ્રી ડો.બી.બી.વરૂએ જણાવ્યું છે.