“તુ મારા સાથે આવ અથવા તારી માને મોકલ’ ખાંભાના ત્રાકુડા ગામે યુવાનના ત્રાસથી યુવતીએ ઝેર પી લીધ્ાું

  • વાડીએ જતી યુવતીનો બાઇક ઉપર આવી માર્ગ રોકી અવારનવાર ત્રાસ વર્તાવતા શખ્સનો ઘડો છલકાયો
  • કોઇને વાત કરીશ તો તારા ભાઇને મારી નાખીશ : યુવતીને ધમકી પણ આપતો હતો : પોલીસે ગુનો દાખલ કર્યો

અમરેલી,  ખાંભાના ત્રાકુડા ગામે હવસખોરના ત્રાસને કારણે યુવતીએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે આ શખ્સનો સામે ગુનો દાખલ કર્યો છે.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, ખાંભાના ત્રાકુડા ગામની એક 20 વર્ષની યુવતીને તા.10/01/2021 ના ત્રાકુડા ગામે તેના જ ગામના વનરાજભાઇ મગનભાઇ રાઠોડ ઘણા સમયથી હેરાન પરેશાન કરી વાડી ખેતરે જતી હોય ત્યારે રસ્તામા રોકતો અને જાહેર કરનારને કહેતો કે તુ મારા સાથે આવ અથવા તારી માને મોકલ તેમ કહી તથા જાહેર કરનારને રસ્તામા રોકી જેમ ફાવે તેમ ગાળો દઇ અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો અને તેણી ખેતર જતી હતી તે વખતે મો.સા. આડુ નાખી અવરોઘ કરી ઉભી રાખી શરીર સંબંધ બાંધવાનુ કહીે ખરાબ ઇશારા કરી અને જો આ વાત કોઇને કરીશ તો તારા ભાઇને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તેણીનું બાવડુ પકડી લઇ તથા જેમ ફાવે તેમ ગાળો આપી અવાર નવાર પીછો કરી હેરાન પરેશાન કરી બિભસ્ત માંગણી કરતો હોવાને કારણે તેણીએ ઘાસમાં નાધવાાની ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ છે અને વનરાજની સામે પોલીસે ગુનો દાખલ કરી અને એએસઆઇ શ્રી દેવેન્દ્રદાસ ધર્મેન્દ્રદાસ ગોંડલીયાએ તપાસ હાથ ધરી છે.