તેંડુલકરે મુંબઈમાં પ્લાઝમા થેરપી યુનિટનું ઉદ્ઘાટન કર્યું

  • લોકોને પ્લાઝ્મા ડોનટ માટે અપીલ કરી
  • આ થેરપી એકદમ પ્રૅક્ટિકલ હોય તેવા દર્દૃીઓની સારવાર કરવા શરૂ થઇ છે જે માટે બીએમસીને શુભેચ્છા આપું છું

મુંબઈના અંધેરીમાં આવેલી સેવન હિલ્સ હૉસ્પિટલમાં સચિન તેંડુલકરે ગઈકાલે કોવિડ-૧૯ પ્લાઝમા થેરપી યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું.
કોરોનાના દરદૃીઓના ઈલાજ માટે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ યુનિટ વિશે વાત કરતાં સચિને કહૃાું કે ‘આપણે કોરોના નામની બીમારીનો સામનો કરી રહૃાા છીએ. આ સમયે દર્દૃીઓને મદદ કરવા આપણા ડૉક્ટર, નર્સ, પૅરામેડિકલ સ્ટાફ, પોલીસ, સુધરાઈ અને સરકારી-કર્મચારીઓ સતત કામ કરી રહૃાા છે. વિશ્ર્વ સ્તરે સંશોધકો આ બીમારીની દવા શોધી રહૃાા છે. આ પ્લાઝમા થેરપી એકદમ પ્રૅક્ટિકલ હોય તેવા દર્દૃીઓની સારવાર કરવા માટે શરૂ કરવામાં આવી છે જે માટે હું બીએમસીને અભિનંદન આપું છું. જે લોકો કોરોનામાંથી સંપૂર્ણપણે રિકવર થઈ ગયા છે હું તેમને વિનંતી કરું છું કે તેઓ આગળ આવે અને પ્લાઝમા થેરપી માટે પોતાનું બ્લડ ડોનેટ કરે.