તેંડુલકર સદીને ડબલ અને ટ્રિપલ સેન્ચુરીમાં કન્વર્ટ કરવામાં નિષ્ણાત ન હોતો: કપિલ દેવ

ન્યુ દિલ્હી,

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે સચિન તેંડુલકરની ટેસ્ટમાં વધુ ડબલ સદી ફટકારવામાં નિષ્ફળતા અંગે સવાલો ઉઠાવ્યા છે. કપિલે કહૃાું કે સચિન સદી કેવી રીતે બનાવવી તે જાણતો હતો, પરંતુ તેને ડબલ અને ટ્રિપલમાં કન્વર્ટ કરવામાં તે બહુ નિષ્ણાત નહોતો. કપિલે વર્તમાન ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ ડબલ્યુ વી. રમન સાથેના ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.

સચિને વિરેન્દ્ર સેહવાગ, જાવેદ મિયાંદાદ, રિકી પોન્ટિંગ, યુનુસ ખાન અને માર્વન અટ્ટાપટ્ટુની જેમ ટેસ્ટમાં ૬ બેવડી સદી મારી છે. તેમ છતાં તે ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડીઓની સૂચિમાં ૧૨મા સ્થાને છે. આવું એટલે કારણકે તેમણે સૌથી વધુ ૨૦૦ ટેસ્ટ રમી છે. ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેન ૧૨ બેવડી સદી સાથે પ્રથમ ક્રમે છે.

કપિલે કહૃાું કે સચિન પાસે ઝડપી અને સ્પિન બંને બોલરોને દરેક ઓવરમાં બાઉન્ડ્ર લગાવવાની ક્ષમતા છે. આવી સ્થિતિમાં તેણે ટેસ્ટમાં ઓછામાં ઓછી ૫ ટ્રિપલ અને ૧૦ બેવડી સદી ફટકારવાની જરૂર હતી. પરંતુ તે ટેસ્ટમાં એક પણ ટ્રિપલ સદી ફટકારી શક્યો નહીં.