તેમના જેવા ખેલાડીએ ઘરમાંથી નહિ, પરંતુ ગ્રાઉન્ડમાંથી નિવૃત્તિ જાહેર કરવી હતી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના મહેન્દ્રસિંહ ધોનીના નિર્ણયથી પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હક પણ નિરાશ છે. તેમનું માનવું છે કે ધોની જેવા ખેલાડીએ ઘરમાંથી નહીં પણ ગ્રાઉન્ડમાંથી નિવૃત્તિ જાહેરાત કરવી હતી. ઇન્ઝમામે તેમની યૂટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરેલા વીડિયોમાં આ વાત કહી હતી.
ઇન્ઝમામે કહૃાું કે, મેં એક વખત સચિન તેંડુલકરને સલાહ આપી હતી કે જ્યારે તમારી આટલી મોટી ફેન ફોલોઇંગ હોય, તો તમારે મેદાનથી જ તમારી ક્રિકેટ યાત્રા સમાપ્ત કરવી જોઈએ. કારણ કે અહીંથી તમે માન અને સ્ટારડમ મેળવ્યું છે. ધોનીએ પણ આવું જ કરવાની જરૂર હતી. આનાથી તેમના ફેન્સને અને મને પણ આનંદ થયો હોત.
ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટને ધોનીને ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યા હતા અને કહૃાું હતું કે તેમણે યુવા ખેલાડીઓને યોગ્ય તક આપી હતી. તેમની કપ્તાની હેઠળ જ આર.અશ્ર્વિન અને સુરેશ રૈના જેવા મેચ વિનર ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને મળ્યા. તેમણે કહૃાું કે એમ.એસ.ધોનીને રમતની સારી સમજ હતી અને યુવા ખેલાડીઓને મોટા ખેલાડીઓમાં ફેરવવામાં માહેર હતા. ઇન્ઝમામના મતે, ધોની તે ખેલાડી છે જે મેચને કેવી રીતે સમાપ્ત કરવી તે જાણતા હતા. તેમણે દરેક મેચમાં સદી ફટકારી ન હતી, પરંતુ તે એ રીતે ઇિંનગ્સ બનાવતા હતા, જેથી ટીમને જીત મળે.