તેલંગાણામાં ૨૨ ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભારે વરસાદના પગલે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદ બાદ પૂરથી સર્જાયેલી પરિસ્થિતિમાં સેંકડો મકાનોને નુકસાન પહોંચ્યું છે અને ૫૦થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ સાથે હવામાન વિભાગે આગામી ૨૨ ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગએ તેલંગાણામાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર તેલંગાણાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. તેલંગાણામાં ૨૨ ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે.ગત અઠવાડિયાથી હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. મહાનગરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ટ્રાફિક પણ ખોરવાયો હતો. તો આ સાથે શહેરના ઘણા ભાગોમાં વરસાદ અને પૂરને કારણે સર્જાયેલા વિનાશ વચ્ચે લોકો અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે. જેથી રાહત કામગીરી કરવામાં આવી રહી છે.