તોફાની બેિંટગ સાથે માણસા અને સાવરકુંડલામાં ૪ ઇંચ ખાબક્યો

  • ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૪૦ તાલુકામાં વરસાદ
  • છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫ તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ

    રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગત ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ૧૩ તાલુકામાં ૨ ઇંચથી વધુ અને ૨૬ તાલુકામાં ૧ ઇંચથી ૨ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા અને અમરેલીના સાવરકુંડલામાં ૪-૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે તાપીના સોનગઢ અને મહેસાણાના કડીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસામાં ચાર ઇંચ પડ્યો છે. તો અરવલ્લીના સાવરકુંડલામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તાપીના સોનગઢ અને મહેસાણાના કડીમાં પોણા ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણાના બહુચરાજી તાલુકાના અજબપુરામાં ગત રાત્રે વીજળી પડી હતી. નર્મદૃેશ્ર્વર મહાદૃેવ મંદિર ઉપર વીજળી પડી હતી. વીજળી પડવાથી મંદિરને ભારે નુકસાન થયું હતું. તેમજ ઘુમ્મટના ભાગને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
    ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫ તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના ૪૦ તાલુકામાં ૧ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા દરમિયાન રાજ્યના ૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. પોરબંદરના રાણાવાવ, જૂનાગઢનાં વંથલી અને ગીર સોમનાથના કોડીનારમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
    રાજુલાના હિંડોરણા ગામની ઘાતરવડી નદીમા પાણી આવતા સ્થાનિકો દ્વારા ડ્રાયવર્ઝન તોડાયું હતું. વહેલી સવારે પાણી ગામમા ઘુસે તેવી શક્યતાને લઈને ગામ લોકોએ ડ્રાયવર્ઝન તોડવાની ફરજ પડી હતી. મોડી રાતે ઘાતરવડી ડેમ ૨ નો દરવાજો ખોલાતા ઘાતરવડી નદીમાં પૂર આવ્યું છે.
    મહેસાણાના કડીમાં મોડી રાત્રે અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે થોળ રોડ પર અંડરપાસમા પાણી ભરાયું હતું. પાણી ભરાયેલા અંડરપાસમાં ૨ આઇસાર ટ્રક ડૂબી ગઈ હતી. જોકે, ટ્રકમાં સવાર બે ડ્રાઈવરોને બચાવી લેવાયા હતા. બંને ડ્રાઈવરને સમયસર રેસ્ક્યૂ કરીને બહાર કાઢી લેવાયા હતા.