તોરીના બ્રહ્માણીધામ ખાતે લાયબ્રેરી ખુલ્લી મૂકાઇ

  • ડો. વસુભાઇ બોરડના સહયોગથી

બગસરા,
વડીયા કુકાવાવ તાલુકાના તોરી ગામ ખાતે આવેલ બોરડ પરિવારના બ્રહ્માણી ધામ ખાતે બોરડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશભાઈ બોરડની ઉપસ્થિતિમાં સ્વ.શંભુભાઈ તિડાભાઇ બોરડ લાયબ્રરીમાં ડો.વસુભાઈ બોરડના સહયોગથી જીવન જરૂરિયાતની માહિતી આપતા પુસ્તકો દાન કરી આ લાયબ્રેરી ખુલી મૂકવામાં આવેલ હતી .
જેમાં બ્રહ્માણી ધામ મંદિરના સંચાલક ઘુસાભાઈ બોરડ છગનભાઈ બોરડ તોરિના નાગજીભાઈ બોરડ સહિત બોરડ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ લાયબ્રરીમાં આરોગ્ય ઉપચાર આર્ગોનિક ખેતી નવલ કથા બાળ વાટિકા સોર્યકથા સહિતના અનેક પુસ્તકો આ લાયબ્રરીમાં મુકવામા આવેલ છે.
તેમ કલ્પેશભાઈ બોરાડે જણાવેલ હતું.