તોરી ગામે દીપડાની અવર જવરને કારણે ખેતી માટે દિવસે વિજ પાવર આપવા માંગણી

તોરી,વડીયા તાલુકાના તોરી ગામે અવાર નવાર વન્ય પ્રાણીઓ જેવા કે દિપડાની અવર જવર અને બચ્ચાઓ જોવા મળતા ખેડુતો અને મજુરોમાં ભય ફેલાય છે. તોરી ગામના આગેવાન પ્રદિપભાઇ વાળાના ખેતરમાં એરડાના વાવેતરમાં દિપડો જોવા મળેલ. અને એક કુતરાનું મારણ કરેલ. તેની જાણ મોટી કુંકાવાવ વન વિભાગને કરવામાં આવતા અધિકારીઓ આવ્યા હતા. અને તેમણે જણાવેલ કે અહીંયા દિપડી અને બચ્ચુ હોવાનું કહેલ. તેમને પકડવા માટેના ચક્રોગતીમાન કરેલ છે. જેથી તોરી ગામે ખેડુતોને દિપડાના ત્રાસમાંથી બચવા માટે દિવસના વિજ પુરવઠો આપવા માટે ખેડુતોએ પીજીવીસીએલ પાસે માંગ કરી છે.